વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજકોટ વૈશ્વિક એરોસ્પેસ હબ તરીકે ઉજાગર: બુલેટ ટ્રેઈન,એરબસ અને સ્પેસ ટેક.નાં બેનમૂન મોડેલનું આકર્ષણ
રાજકોટમાં આજથી ઔદ્યોગિક અને વ્યવસાયિક વિકાસની નવી ઉડાન શરૂ થઈ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની રિજિયોનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ થતાં રાજકોટ વૈશ્વિક એરોસ્પેસ હબ તરીકે ઉજાગર બન્યું છે. ‘વોકલ ફોર લોકલ’થી લઈને ‘ગ્લોબલ એક્સિલેન્સ’ સુધીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરતા રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના એરોસ્પેસ, ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રના ઉદ્યોગો આજે રાઇઝિંગ સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે.

અદ્યતન મશીનરી, 24×7 પાવર-બેક્ડ એસેમ્બલી સુવિધા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી ઉદ્યોગોએ ગુજરાતમાં સૌથી સુસજ્જ પ્રીસીઝન એન્જિનિયરિંગ ઇકોસિસ્ટમ વિકસાવ્યું છે. જેના પરિણામે આજે એરબસ, બોઇંગ, રોલ્સ-રોયસ, ડેસોલ્ટ એવિએશન, ISRO અને HAL જેવી વૈશ્વિક સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ એરોસ્પેસ પાર્ટ્સનું ઉત્પાદન અને સપ્લાય શક્ય બન્યું છે.

‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’નું જીવંત મોડેલ વાઇબ્રન્ટ ગુજરાતમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી અનેક સ્વદેશી કંપનીઓ વૈશ્વિક સ્તરે રાઇઝિંગ સ્ટાર તરીકે ઉભરી આવી છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે આગવી ઓળખ ધરાવતું રાજકોટ હવે એરોસ્પેસ અને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં નવી દિશા પ્રસ્થાપિત કરી રહ્યું છે.સ્વપ્ન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયું છે. એન્જીનીયરિંગ ક્ષેત્રે રાજકોટના ઘર આંગણે ઇનોવેશન જન્મે છે, જે ગુજરાત ભારતની મેન્યુફેક્ચરિંગ ક્રાંતિનું નેતૃત્વ કરે છે. રાજકોટ સાબિત કરી રહ્યું છે કે, લોકલ ટેલેન્ટ, લોકલ ઉદ્યોગસાહસિકોની સૂઝબૂઝ અને ટેક્નોલોજીના સથવારે ભારતની વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાઓને નવી શક્તિ આપવા સક્ષમ છે.
