રાજકોટ GST અપીલ ટાર્ગેટ પૂરો કરવા વેપારીઓને બનાવે છે ‘ટાર્ગેટ’ : એકતરફી ચુકાદાની સમસ્યાથી વેપારીઓ ત્રસ્ત
રાજકોટમાં GST અપીલમાં એકતરફી ચુકાદાની સળગતી સમસ્યાને લઈ વેપારીઓમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે તો રાજકોટ બાર એસો.એ ટૂંક સમયમાં આ વિષયને લઈ ગુજરાત ચીફ કમિશનર રાજીવ ટોપનો અને સરકારમાં રજુઆત માટે રૂબરૂ જવાના છે.GST નાં અમલીકરણને 8 વર્ષ થશે પણ હજુ સુધી રાજકોટ સહિત દેશભરમાં ટ્રીબ્યુનલ શરૂ કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે.

\આ દરમિયાન કરદાતાઓની મુંઝવણને દૂર કરવાના બદલે વધી રહી હોય તેવો રાજકોટ અપીલ 10 અને 11 નો ઘાટ સર્જાયો છે.દિવસને દિવસે અપીલ વિભાગનો વહીવટ ખાડે જઈ રહ્યો હોય તેમ નોટિસ આપ્યા બાદ વેપારીઓને સાંભળવાની તસ્દી પણ લેવાતી નથી.બાર એસો.એ રજુઆત કરતાં કહ્યું કે,વેપારીઓ કે કરદાતાઓને નોટિસ પછી 2 દિવસનો સમય પણ અપાતો નથી કે તેઓ નોટિસ અંગે વકીલ નિમણુંક કરી શકે કે વાત કરી શકે…એ પૂર્વે તો વેપારી કે તેમના એડવોકેટ હાજર થાય એ પહેલાં જ એક તરફી અપીલનો નિર્ણય લઈ લેવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

જેના કારણે નાછૂટકે અરજદારને હાઇકોર્ટે સુધી જવું પડતું હોવાથી GST અપીલનાં ઢગલાબંધ કેસોનો ભરાવો થઈ ગયો છે.બીજી બાજુ 8-8 વરસ બાદ પણ હજુ રાજકોટને “ટ્રીબ્યુનલ”બેન્ચ મળી નથી આનાથી વિશેષ કરદાતાઓ માટે શું કમનસીબી હોય શકે…!!!! GST અપીલ પ્રક્રિયામાં વેપારીઓની દલીલો અથવા પુરાવાઓને યોગ્ય રીતે ધ્યાનમાં લીધા વિના દર મહિનાનો ટાર્ગેટ પૂરો કરવાની લ્હાયમાં અધિકારીઓ દ્વારા ટેક્સવિભાગની તરફેણમાં નિર્ણય લેવામાં આવતા આવાં “એકતરફી” ચુકાદાને લઈને વેપારીઓને આર્થિક અને માનસિક પરેશાની ઉભી થઇ રહી છે.
રાજકોટનાં વેપારી મંડળો અને ટેક્સ બાર એસો.ની રજુઆતને પણ “ગાંઠતુ”નથી..!! ભારે રોષ
રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર સાથે મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર હોવાથી અહીં અનેક એમ.એસ.એમ.ઇ.આવેલી છે.નાના અને મધ્યમ વેપારીઓની સંખ્યા મોટી છે.GST નોટિસ અને અપીલમાં એકતરફી નિર્ણયને કારણે વેપારીઓને નાણાકીય અને વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ,ગ્રેટર ચેમ્બર તેમજ સ્થાનિક વેપારી સંગઠનો અને વિવિધ ઔદ્યોગિક એસોસિયેશન અને GST ટેક્સ બાર એસોસિએશન એ પણ આ મુદ્દાઓ અંગે અગાઉ રજૂઆત કરી જો કે હજુ સુધી આ બાબતમાં કોઈ રાહત મળી નથી.

2 દર મહિને 100 જેટલા એકતરફી ચુકાદા
દર મહીને GST નાં અધિકારીઓને અપીલ માટે આવેલાં કેસનો જલ્દીથી નિકાલ માટે ટાર્ગેટ આપવામાં આવતો હોવાથી અધિકારીઓ આડેધડ વેપારીઓ કે કરદાતાઓની વ્યથાને સમજવાને બદલે જલ્દીથી કામ પતાવોની લ્હાયમાં જાણતાં અજાણતાં વેપારીઓ જ ટાર્ગેટ બની જતાં હોવાનો સણસણતો આક્ષેપ એસો.એ કર્યો છે.ગુજરાતમાં સૌથી વધુ રાજકોટમાં 50 ટકા જેટલા કેસમાં એકતરફી ચુકાદાની સમસ્યા સામે આવી છે.જાણવા મળતી વિગતો અનુસાર દર મહિને 100 જેટલા કેસમાં એકતરફી ચુકાદો કે નિર્ણય આવતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : સાધુ-સંતો માટે જલ્દીથી પગદંડી બનાવો: જૈન સમાજનો સુર,પાલીમાં જૈન મુનિને કચડી નાંખવાની ઘટનાને પગલે દેશભરમાં રોષ
રાજકોટનાં વેપારીઓને સાંભળવાની યોગ્ય તક અપાતી નથી:અપૂર્વ મહેતા(પ્રમુખ,રાજકોટ GST બાર એસો.)
રાજકોટ GST બાર સોસિયેશનના પ્રમુખ અપૂર્વભાઈ મહેતાએ GST વિભાગની આ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે અપીલ કચેરીનો વહીવટ ખાડે જઈ રહ્યો છે,નોટિસ પાઠવ્યાના ગણતરીના સમયમાં સુનાવણી કરી દેવામાં આવે છે જેના કારણે એક તરફી ધડાધડ અપીલ કરી દેવામાં આવે છે, આગામી સમયમાં ગુજરાત GST ના ચીફ કમિશનર અને સરકાર પાસે અમે આ પ્રશ્ન લઈને જવાના છે વહેલી તકે નિકાલ આવે તેવી અમને આશા છે.