રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
મહાપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ આવાસ યોજના પૈકી અનેક એવી છે જ્યાં એકથી લઈ સાતથી વધુ ફ્લેટ ખાલી પડેલા છે. આવા ફ્લેટની સંખ્યા 181 થવા જાય છે જેનું 5.50 લાખથી લઈ 12 લાખમાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
મહાપાલિકા દ્વારા મવડી, વાવડી, અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં આવેલી આવાસ યોજનાના ખાલી પડેલાં ફ્લેટની ડ્રો થકી ફાળવણી કરવામાં આવશે. તંત્ર દ્વારા 5.50 લાખમાં 1.5 બીએચકે અને 12 લાખમાં બે બીએચકેનો ફ્લેટ આપવામાં આવશે. બે બીએચકેના ફ્લેટની ડિપોઝિટ 20 હજાર તો 1.5 બીએચકેના ફ્લેટની ડિપોઝિટ દસ હજાર રાખવામાં આવી છે. આ આવાસ માટેના ફોર્મનું વિતરણ ર એપ્રિલથી કરવામાં આવશે જે 1 મે સુધી મહાપાલિકાની વેબસાઈટ ઉપર જઈને ઓનલાઈન ભરી શકાશે. તંત્ર દ્વારા બે બીએચકેના ફ્લેટનું ફોર્મ ભરનાર વ્યક્તિની વાર્ષિક આવક મર્યાદા ૩થી ૬ લાખ તો ૧.૫ બીએચકે માટે વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયામાં રાખવામાં આવી છે.
એવી અપીલ પણ કરવામાં આવી છે કે ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ટેક્નીકલ સમસ્યા સર્જાય તો ફોન નં.0281-2221615 ઉપર સંપર્ક સાધવો.