રાજકોટવાસીઓએ આજે આ સીઝનની સૌથી વધુ ગરમીનો અનુભવ કર્યો છે. બપોરે તાપમાનનો પારો ૪૪ ડીગ્રીએ પહોંચી ગયો હતો અને લોકો આકુળવ્યાકુળ થઇ ગયા હતા.

જનજીવન ઠપ્પ થઇ ગયુ હતું. થોડો અમથો છાંયડો મળતા જ લોકોએ બપોરનો આરામ કરી લીધો હતો. જ્યુબીલી બાગના રાજમંડપમાં આવું દ્રશ્ય જોવા મળ્યું હતું.

જાહેર માર્ગ ઉપર યુવતીઓ માથે અને મોઢા ઉપર દુપટ્ટો બાંધીને નીકળતી જોવા મળી હતી તો યુવાનો હથેળીને આંખની છાજલી બનાવીને ચાલતા જોવા મળ્યા હતા.

જાહેર માર્ગ ઉપર લસણ વેંચતી એક મહિલા તાપથી બચવા માટે સ્ટીલનો કથરોટ માથે મુકીને બેઠી હતી તો કોથમીર માથાને ઠંડક આપે છે તેવું સમજીને એક શ્રમિકે આવો પ્રયોગ કર્યો હતો.

લારીમાં ઠંડા તરબૂચ અને શક્કરટેટી વેંચી રહેલી શ્રમિક મહિલા પણ આજે ગરમીને કારણે વખાની મારી ઘરે ચાલી ગઈ હતી. આવી ગરમીમાં શેરડીનો રસ થોડી ઠંડક આપશે તેમ માનીને ઘણા લોકો ધરતીનું આ અમૃત પીણું પીતા જોવા મળ્યા હતા. સૂરજદેવ કોપાયમાન થયા હોય ત્યારે જીવ માત્રને ગરમી લાગે છે અને તેથી જ એક શ્વાન પાણીની કુંડીમાં બેસીને રા