પડે ત્યાં પોટલા! ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ, ઓછા સમયમાં વધુ માત્રામાં વરસાદ વરસવામાં સૌરાષ્ટ્રના જિલ્લા મોખરે
રાજ્યમાં ચોમાસુ પૂર્ણ થવા છતાં પણ વર્ષાઋતુની માફક જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને રાજ્યમાં પહેલા દક્ષિણ ગુજરાતમાં વધુ માત્રામાં વરસાદ વરસતો હતો પરંતુ છેલ્લા વર્ષોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની પેટર્ન બદલાઈ ગઈ હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. વિશ્વના 2600 રાજ્યોમાં કરવામાં આવેલ અભ્યાસમાં ભારત છઠ્ઠા સ્થાને છે જેમાં ગુજરાત ટોપ પર છે. ગુજરાતમાં પાછલા વર્ષોમાં વરસાદના દિવસો ઘટયા છે અને તેમ છતાં ઓછા સમયમાં વધુ વરસાદ વરસી રહ્યો છે જે ક્લાઈમેટ ચેન્જના કારણે ખતરાની નિશાની ગણાવવામાં આવી છે.મહત્વનું છે કે, ગત વર્ષની જે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર્માં પડે ત્યાં પોટલા ઉક્તિ મુજબ કલાકોના સમયમાં જ આઠ-આઠથી દસ-દસ ઈંચ કે, તેથી વધુ વરસાદ વરસવાની ઘટનાઓ બની છે જે ચિંતાજનક બાબત છે.
આ પણ વાંચો : PDM ફાટક પાસે રાજકોટનો સૌથી લાંબો `ઝેડ’ આકારનો અન્ડરબ્રિજ બનશે : 50 મિલકત કપાશે, યાદી તૈયાર
જર્મન વૉચ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ રિપોર્ટ મુજબ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સમાં ભારત વિશ્વમાં છઠ્ઠા સ્થાન પર છે. ગ્રૉસ ડોમેસ્ટિક રિસ્ક રિપોર્ટ 2024ના અનુસાર વિશ્વના 2600 રાજ્યના અભ્યાસમાં ગુજરાત ક્રોસ ડિપેન્ડેન્સી ઇનટીએટીવ (એક્સડીઆઇ) મામલે વિશ્વના 50 રાજ્યોમાં સમાવેશ થાય છે. જેમાં ભારતમાં ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહિત 8 રાજ્યોનો સમાવેશ થાય છે. ચીન બાદ ભારતના સૌથી વધુ રાજ્યોનો ક્લાઈમેટ રિસ્ક ખતરામાં સમાવેશ થયો છે.અમદાવાદના ચાંદખેડા સ્થિત વિશ્વકર્મા કોલેજના વિદ્યાર્થીઓએ કરેલા એક અભ્યાસમાં પણ એ વાતને સમર્થન અપાયું છે કે, રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી રહી છે.ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની તીવ્રતા વધી છે. આ અગાઉ દક્ષિણ ગુજરાતમાં વરસાદ તીવ્રતા વધુ હતી જે હવે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો : કામગીરી કે ‘નાકામગીરી’ ? રાજકોટ પોલીસે 11:50એ બંધ કરાવેલી હોટેલ 12ઃ20એ ધમધમી! ‘વોઈસ ઓફ ડે’ના રિયાલિટી ચેકમાં સામે આવી હકીકત
એક્સડીઆઈ ગ્રૉસ ડોસ્ટિક રિપોર્ટમાં વિશ્વના 2600 પ્રદેશોમાં અધ્યયનમાં ભારતમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત નવ રાજ્યોનો સમાવેશ ક્લાઈમેટ રિસ્ક એટલે કે, ખતરાની સ્થિતિમાં ગણવામાં આવી રહ્યા છે.ચીન બાદ ભારતના સૌથી વધુ રાજ્યો ક્લાઈમેટ રિસ્કમાં સમાવેશ થતો હોવાથી ભારત સરકારે જળ વાયુ પરિવર્તન મામલે પગલાં લઈ ગ્રીન વોલનું નિર્માણ કરવા સહિતના પગલાં લેવા આવશ્યક હોવાનું અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે, દેશમાં સૌથી મોટો સમુદ્ર કિનારો ધરાવતાં ગુજરાતમાં પણ આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોની જેમ જ ક્લાઈમેટ ચેન્જ બાબતે આવશક્યક પગલાં ભરવા જરૂરી હોવાનો ભાર મુકવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષમાં સૌરાષ્ટ્ર્માં અનેક જિલ્લામાં કલાકોમાં 8થી 10 ઈંચ કે તેથી વધુ વરસાદ પડવાની ઘટનાઓ બની છે. જે ચેતવણીરૂપ હોવાનું અભ્યાસના તારણો જણાવી રહ્યા છે.
