મેંદરડામા આભ ફાટ્યું : 4 કલાકમાં 10 ઈંચ વરસાદ, આગામી ત્રણ કલાક ભારે, 13 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગહીન પગલે ગઇકાલથી અનેક જિલ્લામાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મુંબઈ સહિતના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. આ તરફ આજે એટલે કે બુધવાર, 20મી ઓગસ્ટે પણ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા બંને રાજ્યોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કાંઠાના વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતમાં મેઘરાજા સતત વરસી રહ્યા છે. ત્યારે આગામી 4 કલાક ગુજરાત માટે ભારે છે હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગહીને પગલે રાજ્યમાં મેઘરાજા સતત વરસી રહ્યા છે. આજે સવારથી જ મેઘરાજા ઓળઘોળ થયા છે. 10 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જુનાગઢના મેંદરડામા આભ ફાટ્યું છે 4 કલાકમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે ટો વંથલીમા 5.5 ઈંચ, કેશોદ અને મહુવામાં પોણા પાંચ પાંચ ઈંચ વરસાદ ખબક્યો છે. તાપી નદીમાં 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ હવામાન વિભાગ દ્વારા 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના 13 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર
રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામન વિભાગે દ્વારા કરવામાં આવી છે. હવામાનવિભાગની આગહી વચ્ચે મેંદરડામાં 4 કલાકમાં 10 ઇમંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 13 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ સહિત 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આ ઉપરાંત, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી અને ડાંગ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે, તેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
17 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ઉલ્લેખનિય છે કે રાજ્યમાં આ વર્ષે સિઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જળાશયોની વાત કરીએ તો, રાજ્યના 206 જળાશયોમાં 74 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. ત્યારે આજે અન્ય 17 જિલ્લાઓ જેમ કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
