અરે બાપ રે…ઉનાળામાં વરસાદની આગાહી !? આ તારીખથી આવશે વાતાવરણમાં પલટો, જાણો કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ
અત્યારે ઉનાળો કાળઝાળ છે અને લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે ત્યારે હવામાન ખાતાએ આ અઠવાડિયામાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આવનારા દિવસોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને તા. ૨૯થી પહેલી એપ્રિલ સુધી કમોસમી વરસાદ વરસી શકે છે.કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ સાથે અડધો ઈંચ સુધીનો કમોસમી વરસાદ પડે તેવી શક્યતા જોવાઇ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. ત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે. 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઇને વાદળછાયું બની શકે છે. ત્યારે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે.
એક અંદાજ પ્રમાણે 30 માર્ચે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.જયારે ૩૧ માર્ચે સુરેન્દ્રનગર, અમદાવાદ, કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અને વડોદરા, ભરૂચમાં વરસાદની શક્યતા છે. પહેલી એપ્રિલે ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, અને મહિસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે.