- જે જે શહેરમાં દુર્ઘટનાઓ બની છે ત્યાં ન્યાય યાત્રા યોજાશે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે અમદાવાદમાં રાજકોટના અગ્નિકાંડના પીડિતો સાથે વાત કરી હતી અને તેમને સાંત્વના આપી હતી. એક મૃતક આશા કાથડનાં પરિવારજન સંતોષ કાથડે આ મુલાકાત બદલ રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું આ ઘટનાથી વાકેફ છું અને સરકારે આ મામલામાં ગંભીરતા દાખવવી જોઈએ. હું આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ.
રાહુલ ગાંધીએ રાજકોટ ઉપરાંત વડોદરા, સુરત, મોરબી, સહિતની ઘટનાઓ બાબતે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ વગેરે સાથે ચર્ચા કરી હતી અને જે શહેરોમાં ન્યાય પદયાત્રા યોજવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધી એક દિવસ કોઈ એક શહેરમાં હાજર રહેશે તેમ પણ નક્કી થયું હતુ. આ વાતચીત સમયે રાજકોટના યુવા આગેવાનો રોહિતસિંહ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.