Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદી આજથી 2 દિવસ ગુજરાતમાં: કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતાદિનની ભવ્ય ઉજવણી, 1220 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

Thu, October 30 2025

વડાપ્રધાન મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી 31 ઓક્ટોબરની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદારની 150મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે.

દિલ્હી ખાતે યોજાતી પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે પ્રથમવાર ભવ્ય પરેડનું આયોજન

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડની પેટર્ન પર રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે એકતાનગર ખાતે પ્રથમ વખત ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન, વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા ‘એકત્વ’ થીમ આધારિત 10 ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીના અધ્યક્ષે રાષ્ટ્રીય એકતાદિનની ભવ્ય ઉજવણી

વડાપ્રધાન તા. 30 અને 31 ઓક્ટોબરે કેવડીયા એકતાનગર ખાતે યોજાનાર એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. વડાપ્રધાનના નેતૃત્વમાં થનારી આ ઉજવણીમાં તેઓ 30 ઓક્ટોબરના રોજ સાંજે 5.30 કલાકે વડોદરાથી એકતાનગર ખાતે આવી પહોંચશે અને ઈ-બસોને લીલી ઝંડી આપશે તથા એકતાનગરમાં રૂ. 1219 કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તથા તેઓ સરદાર ની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં  સ્મૃતિ સિક્કાનું અને ટપાલ ટિકીટનું પણ અનાવરણ કરશે.

આ પણ વાંચો :ઇન્કમટેક્સ ઓડિટ રિપોર્ટ અને રિટર્નની મુદત ફરી એક વખત વધી : લાખો કરદાતાઓને રાહત, આ તારીખ સુધી ભરી શકાશે

1219 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ  

વડાપ્રધાન  મોદી ગુજરાતને જે 1219 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપવાના છે તેમાં 367 કરોડના ખર્ચે નિર્માણ થનારા ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયાના ખાતમુહૂર્ત સહિત કુલ રૂ. 700 કરોડથી વધુ રકમના ખાતમુહૂર્ત તથા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડાયેલા 303 કરોડના ખર્ચે નિર્મીત બિરસા મુંડા ભવનના ઉદ્ઘાટન સહિત કુલ 519 કરોડ રૂપિયાના વિકાસ કામોના ઉદ્ઘાટન પણ કરશે.

31 મી ઓક્ટોબરે સવારે વડાપ્રધાન સરદાર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરશે તથા એકતાનગર ખાતે ભારત પર્વ અંતર્ગત ડેમ વ્યુ પોઇન્ટ-1 ખાતે થનારી સાયક્લોથોન ઇવેન્ટનો કર્ટન રેઈઝર લૉન્ચ કરશે. આ ઉપરાંત 16 નવેમ્બરે ભારત અને ગુજરાત સરકારના વિશેષ મહાનુભાવો સાથે સાયકલિંગ ફન રાઈડ અને 17 નવેમ્બરે ગુજરાત સરકારના રમતગમત વિભાગના સહયોગથી સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી સાયકલ ચાલકો સહભાગી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે.

એટલું જ નહિં, ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર  વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમ(Heralding Team)ના 100 જેટલા સદસ્યો કરવાના છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આરંભ કાર્યક્રમનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવે છે. આ વર્ષે આ કાર્યક્રમમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ફોર એડમિનિસ્ટ્રેશન-LBSNAAના 660 જેટલા પ્રશિક્ષણાર્થીઓ ભાગ લેવાના છે તેનો પણ વડાપ્રધાન પ્રારંભ કરાવશે અને તાલીમાર્થી સનદી અધિકારીઓને પ્રેરક માર્ગદર્શન આપશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં માવઠાથી 10 લાખ હેક્ટરમાં ઉભા પાકને નુકસાન : સોયાબીન, કપાસ, મગફળી, મગ અને શેરડી જેવા પાકોને ગંભીર અસર

Next

રાજકોટમાં બે નામીચા જૂથ વચ્ચેની વૉર વકરી: વધુ એક વખત ધાણીફૂટ ફાયરિંગ થતાં દહેશતનો માહોલ, પોલીસ હવે કડક બનશે?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પત્ની મેહા સાથે નડિયાદના નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ,આલીશાન બંગલાની જુઓ તસવીરો
2 કલાક પહેલા
Movies release: ‘દે દે પ્યાર દે 2’ થી લઈને ‘કાંથા’ સુધી, આ ધમાકેદાર ફિલ્મો 14 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
3 કલાક પહેલા
‘તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?’ ધર્મેન્દ્રના ઘરના બહાર ભીડ એકઠી થતાં મીડિયા પર ભડક્યો સની દેઓલ
3 કલાક પહેલા
રાજકોટ : પ્રેમ રોગમાં યુવકે પ્રેમિકાને છરી ઝીંકી પોતાના પેટમાં ઘા મારી કર્યો આપઘાતનો પ્રયાસ,બંનેની હાલત ગંભીર
3 કલાક પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

હું હજુ પણ ટી-૨૦ રમવાને લાયક છું: કોહલીનું દર્દ છલકાયું
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
તામિલનાડુમાં અતિ ભારે વરસાદ પડતા સ્કૂલ અને કોલેજો બંધ કરવી પડી
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ લોકસભા બેઠકમાં સ્ત્રી મતદારોના મતદાનમાં કેટલા ટકાનો ઘટાડો થયો..જુઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
ડેન્ગ્યુ વાયરસનો નવો સ્ટ્રેન: વધુ આક્રમક અને જોખમી,
હેલ્થ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર