દર્દીઓના જીવ જોખમમાં !! વડોદરાની એકમાત્ર સરકારી પાસે ફાયર NOC નથી
સંસ્કારી નગરી ગણાતા એવા વડોદરા મહાનગરની એક માત્ર સરકારી હોસ્પિટલ પાસે ફાયરની NOC નથી. સયાજી હોસ્પિટલમા ફાયર વિભાગ દ્વારા ત્રણ નોટિસ આપ્યા છતાં સત્તાધીશો ફાયર NOC સયાજી નથી લઇ રહ્યા. હોસ્પિટલમાં રોજ હજારોની સંખ્યામાં સારવાર માટે દર્દીઓ આવે છે સયાજી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના સાધનોને લઇ કરાયુ હતું. ચેકિંગ સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈઈનાની પ્રસુતિ ગૃહમાં ફાયર સેફટીના સાધનો એક્સપાઇયરી ડેટના મળી આવ્યાં હતા. ફાયર બોલ અને ફાયર એસ્ટિન્ગ્યુશર બોટલ એક્સપાઇયરી ડેટના મળી આવ્યાં હતા તેમજ પાણીના પ્રેશરનો ડીઝલ પંપ બંધ હાલતમાં પણ મળી આવ્યો હતો.

રાજકોટની આગ દુર્ઘટના બાદ ફરી એકવાર રાજ્યમાં ફાયર NOCને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે વડોદરામાં સયાજી હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. વડોદરાની સયાજી હોસ્પિટલ પાસે જ ફાયર NOC જ નથી. હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર કરાવવા આવે છે ત્યારે કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ? તેવા અનેક પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે.
ફાયર વિભાગે હોસ્પિટલને વધુ એક વખત આપી નોટિસ

સયાજી હોસ્પિટલમાં રોજ હજારોની સંખ્યામાં દર્દી સારવાર માટે આવે છે ત્યારે ગઈકાલે સયાજી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના સાધનોને લઇ ચેકિંગ કરાયુ હતું. જેમાં સયાજી હોસ્પિટલ સત્તાધીશોની ફાયર સેફ્ટીને લઇ ગંભીર બેદરકારી આવી સામે આવી છે. સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયર, RMO દેવશી હેલૈયા, ફાયર ઓફિસર જે બિલ્ડિંગમાં બેસે છેએ ત્યાં જ ફાયર સેફ્ટી નથી. સયાજી હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયર, RMO દેવશી હેલૈયાની ઓફીસ બહાર લાગેલા ફાયર સેફ્ટીના સાધનો એક્સપાઇરી ડેટના જોવા મળ્યા હતા. ફાયર વિભાગ દ્વારા ત્રણ નોટિસ આપ્યા છતાં સત્તાધીશો દ્વારા ફાયર સેફટીના સાધનો લેવામાં આવ્યા નથી ત્યારે ફાયર વિભાગે સયાજી હોસ્પિટલને વધુ એક વખત નોટિસ આપી છે.

સયાજી હોસ્પિટલના RMOએ આપ્યું નિવેદન
હોસ્પિટલમાં ફાયર બોલ અને એક્સ્ટિંગ્યુશર બોટલ જ એક્સપાઇરી ડેટના લાગેલા જોવા મળ્યા હતા. માર્ચ મહિનામાં જ બોટલ અને ફાયર બોલ એક્સપાયર થઈ ગયા છતાં રિફિલ કરાવ્યા ન હતા. હાલ ફાયર સેફટીને લઈને સયાજી હોસ્પિટલ સત્તાધીશો પર અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે આ બાબતે સયાજી હોસ્પિટલના RMO દેવશી હેલૈયાએ નિવેદન આપીને જણાવ્યું હતું કે, ગઈકાલે ફાયર સેફ્ટીને લઇ સમીક્ષા બેઠક મળી હતી જેમાં એજન્સીને રોકી તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધનો રિન્યુ કરવા તેમજ ખૂટતા સાધનો ઇન્સ્ટોલ કરવા સૂચના આપવામાં આવી છે. ફાયર સેફ્ટીને લઇ હોસ્પિટલ તંત્રની કામગીરી અનેક સમયથી ચાલી રહી છે ત્યારે સયાજી હોસ્પિટલના ફાયર સેફ્ટી ઓફિસર કરણ પરબે નિવેદન આપીને જણાવ્યું હતું કે ફાયર એક્સ્ટિંગ્યુશર બોટલની એક્સપાયરી ડેટ થઈ તે વાત સાચી છે, પણ બોટલ વર્કિંગ સ્થિતિમાં છે હોસ્પિટલના મોટાભાગમાં કામગીરી પૂર્ણ થઈ છે, હજી અમુક ક્ષતિ છે એટલે ફાયર વિભાગ NOC આપી રહ્યું નથી.