રાજસ્થાન સરહદે ભારતમાં ઘૂસેલો પાક રેન્જર ઝડપાયો
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલતા અવિરત ગોળીબાર વચ્ચે શનિવારે બીએસએફ એ
રાજસ્થાન બોર્ડર નજીક ભારતમાં ઘૂસેલા પાકિસ્તાની સુરક્ષા દળના એક રેન્જરને ઝડપી લીધો હતો.
પકડાયેલા સૈનિકને બીએસએફના રાજસ્થાન ફ્રન્ટયર મથકે કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરાઈ હતી.
નોંધનીય છે કે અગાઉ 23, મી એપ્રિલે ભૂલથી પાકિસ્તાનની સીમામાં પ્રવેશી ગયેલા બીએસએફના જવાન પવન કુમાર ને પાકિસ્તાને પકડી પોતાની કસ્ટડીમાં રાખેલ છે.સામાન્ય રીતે આ રીતે ભૂલથી એક બીજાના પ્રદેશમાં પહોંચી ગયેલા જવાનોને ફ્લેગ મિટિંગ બાદ મુક્ત કરી દેવામાં આવે છે.પણ બંને દેશ વચ્ચે વધેલા તળાવના વાતાવરણ વચ્ચે પાકિસ્તાને હજુ સુધી પવન કુમારની મુક્તિ અંગે કોઈ નિર્દેશ આપ્યા નથી.