- વઢવાણના 10 વર્ષના બાળકમાં વાયરસના લક્ષણો જણાતા રિપોર્ટ કરી દાખલ કરાયો
વોઇસ ઓફ ડે રાજકોટ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો રાફડો ફાટી નીકળ્યો છે.દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ સિવિલમાં ગઇકાલે વધુ એક શંકાસ્પદ બાળ દર્દીને દાખલ કરવામાં આવ્યો છે.વઢવાણના 10 વર્ષના બાળકમાં વાયરસના લક્ષણો જોવા મળતા તેને અહી સારવાર માટે ખસેડી રિપોર્ટ કરવામાં આવ્યો છે.જેથી હાલ કુલ 10 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
વિગતો મુજબ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાંથી આવેલ 10 વર્ષિય બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તેને ગઇકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.જેનાં તેના નમુના લઈ પૃથુકરણ માટે મોકલ્યા છે. બાળકની સુરેન્દ્રનગરના સી.યુ. શાહ હોસ્પિટલમાં સારવાર શરૂ હતી. ત્યાંથી રાજકોટ રીફર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં આવેલા વાંકાનેરના 18 વર્ષિય યુવકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ જણાતાં તેને દાખલ કરી તેમનાં નમુના લેવામાં આવ્યાં હતાં.જેથી બાળકો સાથે યુવાનોમાં પણ આ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. જેથી હાલ સિવિલમાં કુલ પોઝિટિવ 4 અને શંકાસ્પદ 6 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
બોક્ષ
હે.. સ્ટેટ નોડલ ડો.ઉપાધ્યાયએ સિવિલ હોસ્પિટલના તબીબો સાથે સમીક્ષા બેઠક કરી
ચાંદીપુરા વાયરસને લઈ ગુજરાતના સ્ટેટ નોડલ ઓફિસર ડો.કમલેશ ઉપાધ્યાયએ ગઇકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.એનએ તબીબો સાથે સમીક્ષા બેઠક કરી હતી.જેમાં દાખલ દર્દીઓની સ્થિતિ જાણી હતી. કેટલી હદે તેઓ વાઇરસથી ગ્રસિત થયા છે. તેમને શું સારવાર આપવામાં આવી રહી છે.જેવી બાબતે સમીક્ષા કરી હતી.