જાણિતા પત્રકાર-લેખક અક્ષય અંતાણીને મળશે જીવન ગૌરવ પુરસ્કાર
- મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ૨૪મીએ પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન
મુંબઈ
વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી નિમિત્તે મહારાષ્ટ્ર શાસન સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમારોહમા જેમની રાજકોટ જન્મભૂમી અને મુંબઈ કર્મભૂમિ છે એવા જાણિતા પત્રકાર-લેખક અક્ષય અંતાણીને જીવન ગૌરવ પુરસ્કાર એનાયત થવાનો છે.
આ સમારોહ તા. ૨૪મી ઓગસ્ટે દેશપાંડે મહારાષ્ટ્ર કલા અકાદમી, રવીન્દ્ર નાટ્યમંદિર પરિસર, પ્રભાદેવી-દાદર ખાતે યોજાશે.
અક્ષય અંતાણીએ જન્મભૂમી, ફૂલછાબ, કચ્છમિત્ર, મીડ-ડે અને ગુજરાત સમાચાર જેવા મીડિયા હાઉસ માટે કામ કર્યું છે.
ગુજરાતી અને મરાઠી સાહિત્યકારને અપાતા કવિ નર્મદ પારિતોષિક માટે ઈશ્વર પરમાર તથા બાબા ભાંડના નામની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સ્થિત પ્રતિભાને વિવિધ શ્રેણીમાં અપાતા જીવનગૌરવ પારિતોષિક અંતર્ગત સાહિત્ય ક્ષેત્રે તારિણીબહેન દેસાઈ, કલા ક્ષેત્રે લીલી પટેલ, પત્રકારત્વ ક્ષેત્રે અક્ષય અંતાણી તથા સંસ્થાઓમાં સોરાષ્ટ્ર ટ્રસ્ટ – કવિતા દ્વિમાસિકની પસંદગી કરવામાં આવી છે.
કવિતા વિભાગમાં ઉદયન ઠક્કરના રાવણહથ્થો’ કાવ્યસંગ્રહને પ્રથમ તથા પ્રદીપ સંઘવીના
કારવી’ કાવ્યસંગ્રહને દ્વિતીય ઈનામ મળશે. નવલકથા વિભાગમાં દ્વિતીય ઈનામ નિરંજન જી. મહેતાની અતિથિ દેવો ભવ’ નવલકથાને અપાશે. લલિત નિબંધમાં નીલા સંઘવીના
નવા જમાનાની નવી વાતો’ પુસ્તકને પ્રથમ ઈનામ મળશે. અનુવાદમાં વૈશાલી ત્રિવેદી અનુવાદિત `નટસમ્રાટ’ નાટકની પસંદગી થઈ છે