રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરના વાળ ખેંચવાનો મામલો: ગાંધીગ્રામ પોલીસ મથકના બે કોન્સ્ટેબલની બદલી
કોઈએ કદાચ કલ્પના પણ ન કરી હોય હદે પોલીસ મથકની અંદર એક સગીરને થર્ડ ડિગ્રી આપી સ્ટાફના આદેશથી સફાઈ કામદાર દ્વારા અમાનુષી કૃત્ય આચરવામાં આવ્યાનો વીડિયો વાયરલ થતાં રાજકોટ સહિત આખા ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ મચી જેવા પામ્યો હતો. સગીરના પોલીસ મથકની અંદર જ જીવિત વાળ ખેંચવામાં આવી રહ્યાનું સામે આવતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકના બે કોન્સ્ટેબલની બદલી કરી નાખવામાં આવી હતી.

જ્યારે આ મામલાની ગહન તપાસ પણ કરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું હતું. યુવકને છરી મારવાના ગુનામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા સગીર આરોપી સહિતની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સગીરના વાળ ખેંચી લેવામાં આવતા હોવાનું અને આ કૃત્ય એક સફાઈ કામદાર દ્વારા કરવામાં આવી રહ્યાનો વીડિયો આગની જેમ પ્રસરી ગયો હતો. વળી, વાળ ખેંચવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા અટ્ટહાસ્ય કરવામાં આવી રહ્યાનું પણ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો :VIDEO : ગ્રાન્ડમાસ્ટર હિકારુ નાકામુરાએ ડી.ગુકેશનું કર્યું અપમાન,જીત બાદ ખેલાડીએ ગુકેશના કિંગને પ્રેક્ષકોમાં ફેંકતા થયો ટ્રોલ
આ મુદ્દાની ગંભીરતા સમજી પોલીસ કમિશનર દ્વારા બે કોન્સ્ટેબલ જેમાં પ્રદીપ ડાંગરને હેડ ક્વાર્ટર તો સહદેવસિંહ જાડેજાને ટ્રાફિક બ્રાન્ચમાં બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ મુદ્દાની પ્રાથમિક તપાસના આધારે આ બદલી કરવામાં આવી છે જ્યારે તપાસ પૂર્ણ થયે પોલીસ મથકના અન્ય સ્ટાફ વિરુદ્ધ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે જ તેવી શક્યતા નકારી શકાતી નથી.
