Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સ્વ.વિજયભાઈની વસમી વિદાય : હજારો રાજકોટવાસીઓ ભીની આંખે બોલ્યા,”તસવીર તમારી જોતા હૈયુ રડે છે”

Tue, June 17 2025

હજારો રાજકોટવાસીઓએ સોમવારે ભીની આંખે પોતાના પ્રિય નેતા અને વિકાસના શિલ્પી એવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય આપી હતી. ગ્રીનલેન્ડ ચોકડીથી શરુ થયેલી તેમની અંતિમયાત્રા જુદા જુદા વિસ્તારમાં ફરીને પહેલા તેમના નિર્મલા રોડ સ્થિત ઘરે અને ત્યાંથી ફરતી ફરતી રામનાથપરા મુક્તિધામ પહોંચી હતી અને ત્યાં ‘વિજયભાઈ અમર રહે’નાં ગગનભેદી નારા સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.


હજારો લોકોની ઉપસ્થિતિમાં સ્વ. વિજયભાઈ રૂપાણીનો નશ્વર દેહ પુરા રાજકીય સન્માન સાથે પંચમહાભૂતમાં ભળી ગયો હતો. સ્વ. વિજયભાઈની અંતિમયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના ટોચના લોકો હાજર રહ્યા હતા અને રાજકોટવાસીઓના દુઃખમાં ભાગીદાર બન્યા હતા.

સ્વ. વિજયભાઈની અંતિમયાત્રા વખતે કુદરત પણ રડતી હોય તેવું લાગતું હતું..સમી સાંજે હળવો હળવો વરસાદ પડ્યો હતો અને સ્મશાનયાત્રામાં જોડાયેલા લોકોએ આ વાતને અનુભવી હતી.

આ પૂર્વે બપોરે સ્વ. વિજયભાઈના પાર્થિવ શરીરને લઈને ખાસ વિમાન હીરાસર એરપોર્ટ આવ્યું હતું અને ત્યાંથી શબવાહિનીમાં ગ્રીનલેન્ડ ચોકડી લઈ જવાયું હતું. ગ્રીનલેન્ડ ચોકડીએ હજારો કાર્યકરો અને શહેરીજનોએ વિજયભાઈ અમર રહે નાં નારા લગાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

ગ્રીનલેન્ડ ચોકડીએ આવી પહોંચ્યા બાદ ત્યાંથી કૂવાડવા રોડ ડી-માર્ટ ચોક, રણછોડદાસ આશ્રમ, ડિલક્સ ચોક, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ બેડીનાકા જતા, હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપર, અરવિંદભાઈ મણિયાર હોલ, ચૌધરી હાઈસ્કૂલ ચોક, ધરમ સિનેમા (આર.વર્લ્ડ), બહુમાળી ભવન ચોક, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, આમ્રપાલી અન્ડરબ્રિજ રેસકોર્સ, રૈયારોડ, આઝાદ ચોક, નરેન્દ્ર પારેખ માર્ગ, હનુમાનમઢી ચોક, નિર્મળા રોડ, નાગનાથ મહાદેવ મંદિરથી પ્રકાશ સોસાયટીમાં `પુજિત’ મકાન સુધી આ યાત્રા પહોંચી હતી અને ત્યાં વિવિધ મહાનુભાવો અને હજારો શહેરીજનોએ અંતિમ દર્શન કર્યા હતા.


ઘર પાસે વિજયભાઈને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી રામનાથપરા મુક્તિધામ સુધીની સફર શરુ થઇ હતી. નિર્મલા રોડ, કાલાવડ રોડ, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, ત્રિકોણ બાગ, રાજશ્રી ટોકીઝ થઈને પેલેસ રોડ અને હાથીખાના થઈને રામનાથપરા મુક્તિધામ સુધીની યાત્રા દરમિયાન ચાલુ વરસાદે પણ લોકો મોટી સંખ્યામાં અંતિમ દર્શન માટે ઉભા હતા.

આ પણ વાંચો : પૂર્વ CM સ્વ.વિજયભાઈ રૂપાણીને રાજકોટમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય : મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

લોકોની ભારે ભીડને કારણે જાહેર કરેલો સમય પણ જાળવી શકાયો ન હતો અને દરેક કાર્યક્રમ બે કલાક મોડો થયો હતો. રાત્રે મુક્તિધામમાં સ્વ. વિજયભાઈને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

Israel Iran War : ચોથે દિવસે પણ ઇઝરાયેલે ઈરાન ઉપર મોત વરસાવ્યું ! હવાઈ હુમલાથી ભારે તબાહી, જાસુસી વડાનો ખાત્મો

Next

મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન સહિત દેશના 16 રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
9 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
9 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
10 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
10 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

રાજકોટમાં 27 જૂને વાજતે-ગાજતે નીકળશે અષાઢી બીજની ભવ્ય રથયાત્રા: 11મીએ જગન્નાથ મંદિરેથી નીકળશે જળયાત્રા, તૈયારીઓ શરૂ
ગુજરાત
9 મહિના પહેલા
ચાંદીના દાગીના વેપારીની પેઢીનું ફેક એકાઉન્ટ બનાવી ગઠિયાએ કરી 7.64 લાખની ઠગાઇ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રિક્ષા ચાલકનું એટીએમ બદલી ગઢીયાએ રૂ ૪૫૦૦૦ ઉપાડી લીધા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાહુલ ગાંધી તેના પપ્પાને લઈ આવે તો પણ કલમ 370 હવે પાછી નહીં આવી શકે, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માની જીભ લપસી
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર