Loksabha election RESULT 2024 : દેશની હાઈ પ્રોફાઈલ બેઠકની શું છે સ્થિતિ ? કોણ આગળ, કોણ પાછળ ?
લોકસભાની ચૂંટણીના લાંબા સમય સુધી ચાલેલા તબક્કા બાદ હવે આજે મંગળવારે દેશભરમાં એક સાથે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને બપોર સુધીમાં ટ્રેન્ડ અને સાંજ સુધીમાં પરિણામો જાહેર થઇ જશે. જુદી જુદી ૧૦ જેટલી ન્યુઝ ચેનલો અને એજન્સીઓએ હાથ ધરેલા એકઝિટ પોલમાં નરેન્દ્ર મોદી હેટ્રિક કરશે અને કેન્દ્રમાં ફરી એન.ડી.એ.ની સરકાર રચાશે તેવું તારણ આપ્યું છે જયારે બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધને આ એકઝિટ પોલને ફગાવી દઈને આ વખતે તેમની સરકાર રચાશે તેવો દાવો કર્યો છે. આવા સંજોગોમાં આ પરિણામોએ ભારે ઉત્તેજના જગાવી છે.
લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી 542 બેઠકો માટેની મત ગણતરી થવાની છે. એક સુરતની બેઠક બિનહરીફ થઇ ગઈ હોવાથી ત્યાં મતદાન જ થયું ન હતુ. ૨૭૨ બેઠક જીતનાર સરકાર રચવા માટે દાવો કરી શકે છે. એકઝિટ પોલમાં એન.ડી.એ. સરકારને સંપૂર્ણ બહુમતી મળી ચુકી છે ત્યારે મતદારોનો મિજાજ આ મુજબનો જ છે કે કેમ તે જાણવું રસપ્રદ રહેશે. ત્યારે જાણીએ દેશની હાઈ પ્રોફાઈલ બેઠકની શું છે સ્થિતિ ? કોણ આગળ, કોણ પાછળ ?
ઉમેદવાર બેઠક સ્થિતિ
નરેન્દ્ર મોદી વારાણસી આગળ
રાહુલ ગાંધી રાયબરેલી આગળ
રાહુલ ગાંધી વાયનાડ આગળ
સ્મૃતિ ઈરાની અમેઠી પાછળ
રાજનાથસિંહ લખનૌ આગળ
નીતિન ગડકરી નાગપુર આગળ
અખિલેશ યાદવ કન્નૌજ પાછળ
ડિમ્પલ યાદવ મૈનપુરી આગળ
કંગના રનૌત મંડી (હિ.પ્ર.) આગળ
રાજ બબ્બર ગુડગાંવ (હરિયાણા) પાછળ
ગિરીરાજસિંહ બેગુસરાય (બિહાર) પાછળ
કનૈયા કુમાર નોર્થ ઈસ્ટ-દિલ્હી પાછળ
મનોજ તીવારી દિલ્હી આગળ
શશી થરૂર તીરુવનંતપુરમ (કેરળ) પાછળ
અસદુદ્દીન ઔવેસી હૈદરાબાદ આગળ
વૈભવ ગહલોત જાલૌર (રાજસ્થાન) પાછળ
સંજીવ બાલિયાન મુઝફફરનગર (યુપી) આગળ
રવિ કિશન ગોરખપુર આગળ
સંબિત પાત્રા પૂરી (ઓરીસ્સા) આગળ
મેનકા ગાંધી સુલતાનપુર (યુપી) આગળ
શત્રુઘ્ન સિંહા આસનપોલ (પ.બંગાળ) પાછળ
જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના (મ.પ્ર.) આગળ