કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 31 વર્ષીય તાલીમાર્થી ડોક્ટર સાથે રેપ અને હત્યાનો મામલો સતત ચર્ચામાં છે. બુધવારે રાત્રે હોસ્પિટલમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી, જે બાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 19ની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. મૃતક ડૉક્ટરને ન્યાય મળે તે માટે રાજ્યની સરકારી હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડૉક્ટરોએ હડતાળ શરૂ કરી છે.
કોલકતામાં તબીબની કૂર હત્યાના રાજકોટમાં પડઘા

કલકત્તામાં થયેલા મહિલ રેસિડેન્ટ ડોકટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનામાં રાજકોટ પી. ડી.યું. મેડિકલ કોલેજ ખાતે રેસીડેન્ટ ડોક્ટર હોય હડતાલ પાડીને વિરોધ પ્રદર્શન કર્યું અને રેલી કાઢીને વિરોધ કર્યો હતો. આવતીકાલે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના તબીબો પણ હડતાળમાં જોડાશે. આ પહેલા પણ રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિયેશન ઇન્ટર્ન ડોક્ટર તથા યુ.જી. મેડિકલના સ્ટુડન્ટ મોટી સંખ્યામાં હાજર રહી જુદા જુદા સ્લોગન સાથેના બેનર પ્રદર્શિત કરી કેન્ડેલ માર્ચ યોજી હતી અને પીડિતને ન્યાય મળી રહે તે માટે સંકલ્પ લીધો હતો. તેમજ તેમના પરિવારજનો માટે સહાનુભૂતિ દાખવી હતી.
કોલકાતાની ઘટનાના પડઘા જામનગરમાં પડ્યા

કોલકાતાની ઘટનાના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. ત્યારે આ મામલે જામનગર જી.જી.હોસ્પિટલના જુનિયર અને રેસિડેન્ટ તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. માત્ર ઇમરજન્સી સેવાઓમાં જ ફરજ બજાવશે. જુનિયર તબીબ રેપ-હત્યા કેસમાં ઝડપી ન્યાય અને તબીબોને સુરક્ષાની માંગ કરી છે. 500થી વધુ જી.જી.હોસ્પિટલના જુનિયર-રેસિડેન્ટ તબીબો ઉતર્યા હડતાળ પર ઉતર્યા અને હાથમાં પ્લેકાર્ડ રાખી સૂત્રોચ્ચાર કર્યા હતા.
અમદાવાદમાં હોસ્પિટલની બહાર દર્દીઓની લાઈન

તબીબોની હડતાળને પગલે સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે આવેલા દર્દીઓ અટવાયા છે. અમદાવાદમાં ડોકટરોની હડતાલની અસર દર્દીઓ ઉપર જોવા મળી. વહેલી સવારે સિવિલ હોસ્પીટલની OPD ની બહાર દર્દીઓનું લાંબી લાઈન થઈ છે. જો કે તપાસ કરવા દરેક OPD માં પ્રોફેસર અને વૈકલ્પિક સ્ટાફ સિવાય કોઈ નથી. અંદાજિત 300 થી 350 રેસીડેન્સલ ડોક્ટર હડતાલ ઉપર છે.
સુરતમાં રેસીડેન્ટ તબીબોની હડતાળ

સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોની હડતાળથી ઓપીડી શરૂ થઈ નથી. કેટલીક ઓપીડી ચાલુ થઈ છે. જો કે, રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે. દર્દીઓ દૂર દૂરથી આવતા હોવાથી પરેશાન થયા છે. સિવિલ હોસ્પિટલમાં 700થી 800 જેટલા ફરજ બજાવતા ઇન્ટર્ન, રેસિડેન્ટ સહિતના તબીબો ઇમર્જન્સી સેવા સિવાયની સેવાઓથી દૂર રહ્યા છે. જ્યાં સુધી કડક કાર્યવાહી અને ન્યાય નહીં મળે ત્યા સુઘી અચોક્કસ મુદત સુધી હડતાળ પર રહેશે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડોક્ટરો હડતાળ પર

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઈન્ટર્ન ડૉક્ટર, જુનિયર અને વરિષ્ઠ નિવાસી ડૉક્ટરો આજે OPD અને વોર્ડ સહિતની તમામ બિન ઈમરજન્સી સેવાઓથી દૂર રહેશે. આ સાથે જ 400થી વધુ તબીબોએ વિરોધ કરી હડતાળ શરૂ કરી છે. એટલું જ નહીં જ્યાં સુધી પશ્ચિમ બંગાળ ડૉક્ટર્સ એસોશિએશનની તમામ માંગ પૂરી ના થાય ત્યાં સુધી વિરોધ અને હડતાળ ડૉક્ટર દ્વારા ચાલું રાખવામાં આવશે.