આજથી કમુરતાં પુરા:2 મહિનામાં લગ્ન પ્રસંગ માટેના 25 શુભ ચોઘડિયા,શરણાઈ ગુંજશે
સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કમુરતાની પૂર્ણાહુતિ:ફરીથી લગ્નગાળાની મોસમ જામશે
આજે મંગળવારે મકરસંક્રાતિના પર્વ સાથે સવારે 8:54 કલાકે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કમુરતાની પૂર્ણાહુતિ થતાં 16 જાન્યુઆરીથી લગ્નના ઢોલ ઢબૂકસે.
15 ડિસેમ્બરથી ધનારક કમુરતા ના લીધે એક મહિનો સુધી શુભ કાર્યોને બ્રેક લાગી હતી જે 16 જાન્યુઆરીથી ફરી શુભ કાર્ય શરૂ થશે, જાન્યુઆરી મહિનામાં તારીખ 16, 17, 19, 21 22, 24 અને 26 તેમજ તારીખ 30 ના રોજ લગ્ન માટે ના શુભ મુહૂર્ત છે જ્યારે બીજી ફેબ્રુઆરીએ વસંત પંચમી છે પરંતુ આ વર્ષે પાંચમની તિથિનો ક્ષય હોવાના લીધે વસંતપંચમીના દિવસે લગ્ન માટેનું શુભ મુહૂર્ત નથી આથી જે લોકો મુહૂર્તમાં માને છે તેઓ લગ્નની શરણાઈ નહિ વગાડે તેમ રાજદીપ જોશી જણાવે છે.
જ્યારે ફેબ્રુઆરી મહિનામાં તારીખ તા.3 થી લઇ 25 ફેબ્રુઆરી સુધી લગ્ન પ્રસંગ માટેના શુભ મુહૂર્ત આવી રહ્યા છે માર્ચ મહિનામાં પણ તારીખ 2 અને 3 માર્ચના રોજ લગ્ન પ્રસંગ માટેના શુભ ચોઘડિયા છે, ત્યારબાદ તારીખ 6 માર્ચથી હોળાષ્ટક શરૂ થશે જે 14 માર્ચ સુધી ચાલશે.