ભારત વર્લ્ડ ચેમ્પિયન: સંજૂ પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ-બુમરાહ પ્લેયર ઑફ ધ મેચ, જાણો T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જીતનારા ખેલાડીઓ વિશે
ટી-20 વર્લ્ડકપની 5 મેચમાં 80.2ની સરેરાશથી 321 રન બનાવનાર સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સંજુએ સળંગ 3 ફિફટી બનાવી હતી. આ ઉપરાંત તેણે સૌથી વધુ 24 છગ્ગા પણ લગાવ્યા હતા. એટલું જ નહીં તેણે 4 મેચમાં પહેલી ઓવરમાં છગ્ગા લગાવીને ખાતું ખોલાવ્યું જે પણ એક રેકોર્ડ છે. જ્યારે વર્લ્ડકપના ફાઈનલમાં 4 વિકેટ લેનાર જસપ્રિત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
વેલડન ઇન્ડિયા: 2 વર્ષમાં 8 આઈસીસી ટ્રોફી જીતી
ભારતીય મહિલા અને પુરુષ ટીમે વિશ્વ ક્રિકેટમાં ડંકો વગાડતાં 2024થી 2026 સુધીના સમયગાળામાં 8 આઈસીસી ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2024માં ભારતીય પુરુષ ટીમે ટી-20 વર્લ્ડકપ, 2025માં પુરુષ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી, 2025માં એશિયા કપ, 2025માં વિમેન્સ વર્લ્ડકપ, 2025માં વિમેન્સ અન્ડર-19 વર્લ્ડકપ, 2026માં અન્ડર-19 વર્લ્ડકપ, 2026માં રાઇઝિંગ વિમેન્સ એશિયા કપ અને 2026માં જ પુરુષ ટીમે ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો.
T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જીતનારા ભારતીય ખેલાડીઓ
2014 – વિરાટ કોહલી
2016 – વિરાટ કોહલી
2024 – જસપ્રીત બુમરાહ
2026 – સંજુ સેમસન
T20 વર્લ્ડ કપમાં પૂર્ણ-સભ્ય ટીમ સામે સૌથી મોટી જીત (રન દ્વારા)
107 રન – વેસ્ટ ઇન્ડીઝ VS ઝિમ્બાબ્વે, મુંબઈ, 2026
104 રન – દક્ષિણ આફ્રિકા VS બાંગ્લાદેશ, સિડની, 2022
104 રન – વેસ્ટ ઇન્ડીઝ VS અફઘાનિસ્તાન, ગ્રોસ આઇલેટ, 2024
96 રન – ભારત VS ન્યુઝીલેન્ડ, અમદાવાદ, 2026 ફાઇનલ
90 રન – ભારત VS ઇંગ્લેન્ડ, કોલંબો RPS, 2012
ભારતની સૌથી મોટી T20 વર્લ્ડ કપ જીત
ન્યૂઝીલેન્ડ સામે 96 રનની જીત T20 વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી જીત છે. અગાઉ ભારતે તે જ ટુર્નામેન્ટમાં દિલ્હીમાં નામિબિયાને 93 રનથી હરાવ્યું હતું.
T20 વર્લ્ડ કપ નોકઆઉટ મેચોમાં સૌથી વધુ કુલ રન (મેચ કુલ)
499 રન – ભારત VS ઇંગ્લેન્ડ, મુંબઈ WS, 2026 સેમિફાઇનલ
414 રન – ભારત VS ન્યુઝીલેન્ડ, અમદાવાદ, 2026 ફાઇનલ
388 રન – ઓસ્ટ્રેલિયા VS પાકિસ્તાન, ગ્રોસ આઇલેટ, 2010 સેમિફાઇનલ
388 રન – ભારત VS વેસ્ટ ઇન્ડીઝ, મુંબઈ WS, 2016 સેમિફાઇનલ
T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઘણી વખત હારી ગયેલી ટીમો
પાકિસ્તાન – 2 વખત (2007, 2022)
શ્રીલંકા – 2 વખત (2009, 2012)
ન્યૂઝીલેન્ડ – 2 વખત (2021, 2026)
T20I માં શ્રેષ્ઠ જીત ટકાવારી ધરાવતા કેપ્ટન (પૂર્ણ-સભ્ય ટીમો)
80.77% – સૂર્યકુમાર યાદવ (52 મેચ, 42 જીત, 8 હાર, 2 NR)
80.65% – રોહિત શર્મા (62 મેચ, 50 જીત, 12 હાર)
78.38% – સરફરાઝ અહેમદ (37 મેચ, 29 જીત, 8 હાર)
69.23% – મિશેલ માર્શ (39 મેચ, 27 જીત, 9 હાર, 3 NR)
66.67% – ગ્રીમ સ્મિથ (27 મેચ, 18 જીત, 9 હાર)
2023 પછી ICC વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટમાં ભારતનો રેકોર્ડ
મેચ – 33, જીત – 31, હાર – 2
2023 પછી બહુરાષ્ટ્રીય T20I ટુર્નામેન્ટમાં ભારત
મેચ – 27, જીત – 25, હાર – 1 (આ ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકા સામે)
કોઈ પરિણામ નહીં – 1
ફાઇનલમાં બુમરાહની બોલિંગ
જસપ્રીત બુમરાહે તેના 24 બોલમાંથી 21 બોલ 128 કિમી/કલાકથી ઓછી ઝડપે ફેંક્યા. તેણે 11 બોલમાં 4 વિકેટ લીધી. આ દરમિયાન ન્યુઝીલેન્ડના ઝડપી બોલરોએ 32 ધીમા બોલ ફેંક્યા અને 1 વિકેટે 83 રન બનાવ્યા.
2016 થી T20 વર્લ્ડ કપ નોકઆઉટ મેચ (સેમીફાઇનલ + ફાઇનલ)
કુલ મેચ – 15
લક્ષ્યનો પીછો કરતી ટીમ જીતી – 11 વખત
પહેલા બેટિંગ કરતી ટીમ જીતી – 4 વખત (ભારત ચારેય વખત જીત્યું)
T20 વર્લ્ડ કપ ફાઇનલ ટ્રેન્ડ
અત્યાર સુધી 10 ફાઇનલ રમાઈ છે.
પહેલા બેટિંગ કરતી ટીમ ફક્ત 4 વખત જીતી છે.
ભારત આ 4માંથી 3માં જીત્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિરાટ કોહલી, સચિન તેંડુલકર સહિત તમામ દિગ્ગજે પાઠવ્યા અભિનંદન
ટીમ ઇન્ડિયા વિશ્વ વિજેતા બનતાંની સાથે જ દિગ્ગજો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સહિતના લોકોએ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને ટ્વીટ કરી શુભકામના પાઠવતાં કહ્યું કે આ જીતે આખા દેશનું દિલ ખુશીઓથી ભરી દીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ સ્ટેડિયમ પર ઉપસ્થિત હતા તેમણે પણ ટીમની જીતને બિરદાવી હતી. જ્યારે સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર કહ્યું કે ભારતીય ટીમ આ ટ્રોફીની સાચી અને અસલ હક્કદાર હતી. કોહલીએ કહ્યું કે ભારતની વિસ્ફોટક બેટિંગનો કોઈ મુકાબલો જ હોતો.
ખેલાડી તરીકે 2, કોચ તરીકે 2 ટ્રોફી: ગંભીર જેવું કોઈ નહીં!
ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેના સુધી હજુ સુધી કોઈ પહોંચી શક્યું નથી. ગંભીરે હેડ કોચ તરીકે પહેલી આઈસીસી ટ્રોફી 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં જીતાડી હતી. આ ફાઈનલમાં પણ ભારતે ન્યુઝીલેન્ડને જ હરાવ્યું હતું. હવે હેડ કોચ તરીકે ટીમ ઇન્ડિયાને ટી-20 વર્લ્ડકપ પણ જીતાડ્યો છે. ગંભીર એવો પહેલો ક્રિકેટર બન્યો છે જેણે ખેલાડી અને કોચ તરીકે કુલ 4 આઈસીસી ટ્રોફી પોતાના નામે કરી છે. ગંભીરે ખેલાડી તરીકે 2007 ટી-20 વર્લ્ડકપ અને 2011 વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો.
