Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4.72 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 646 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ

Wed, August 12 2026

શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પરિણામો મેળવવા શિક્ષકો સાથે સમાજને ખભેખભો મિલાવવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનું આહવાન

શિક્ષણ એ માત્ર રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસના પાયાને મજબૂત નથી કરતું, પરંતુ તે વિકસિત ભારતની સાચી આધારશિલા : શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ શિક્ષણનો મજબૂત પાયો નાખીને ગુજરાતના સંગીન વિકાસની બૂનિયાદ ઊભી કરી છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની સહાય વિતરણ તેમજ ઉચ્ચ શિક્ષણની અન્ય પ્રોત્સાહક સહાયનું વિતરણ કરતા મુખ્યમંત્રીએ આ મંતવ્ય વ્યક્ત કર્યું હતું.

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલા આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના ૪,૭૨,૨૬૦થી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૬૪૬ કરોડથી વધુની આર્થિક સહાય DBTના માધ્યમથી તેમના ખાતામાં જમા કરવામાં આવી હતી.

આ સહાય વિતરણમાં ‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ૪ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને કુલ રૂ. ૫૧૩ કરોડથી વધુની રકમની ચુકવણી અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અંતર્ગત ધોરણ ૧૨ બોર્ડ (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ૫૭ હજારથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૨૮ કરોડથી વધુની રકમની ચુકવણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, સ્કીમ ઓફ ડેવલપિંગ હાઇ ક્વોલીટી રિસર્ચ-શોધ, મુખ્યમંત્રી  શિષ્યવૃત્તિ યોજના, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના સહિત વિવિધ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ૭ર૬૦ વિદ્યાર્થીઓને રૂ. ૯૬ કરોડની સહાય અને ૪૮ સંસ્થાઓને રૂ.૯ કરોડની ગ્રાન્ટ એમ કુલ રૂ.૧૦૫ કરોડની સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: 96.9% ફળ-શાકભાજી સુરક્ષિત, માત્ર 3.1% માં જંતુનાશક વધુ

મુખ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્ય સરકારે વિદ્યાર્થીનીઓના શિક્ષણને પ્રોત્સાહન આપીને કન્યા કેળવણીનો વડાપ્રધાનનો અભિગમ પાર પાડ્યો છે.

ખાસ કરીને દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી થાય તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના ખૂબ સારા પરિણામો મળ્યા છે તેમ પણ તેમણે શિક્ષણ વિભાગના સરાહનીય પ્રયાસોને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બાળકોમાં જે સમયાનુકુલ પરિવર્તન આવ્યું છે અને જિજ્ઞાસા વૃત્તિ વધી છે તેની સામે શિક્ષક સમુદાયે પણ એટલી જ સજ્જતા કેળવવી જરૂરી બની છે. આ માટે સરકાર તો પડખે ઊભી જ છે પરંતુ સમાજે પણ ખભે ખભા મિલાવીને શિક્ષકોની સાથે ઊભા રહેવું પડશે ત્યારે જ ઉત્તમ પરિણામો મેળવી શકાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

 ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, રાજ્ય સરકારે શાળા શિક્ષણ અધવચ્ચે છોડી ગયેલા બાળકોને શોધી શોધીને શાળામાં પુન: પ્રવેશ કરાવવાનું અભિયાન ઉપાડ્યું છે. શિક્ષણ અને વિદ્યાર્થી બેયના સમન્વયથી રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વધુ ને વધુ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની પણ તેમણે પ્રેરણા આપી હતી.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ પ્રસંગે સ્વામી વિવેકાનંદને યાદ કરતાં કહ્યું હતું કે, ‘શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ’. આ દિવ્ય વિચાર આત્મસાત કરી અને આજના સમયમાં હજારો-લાખો વિદ્યાર્થીઓના જે સપનાઓ છે એને પાંખો આપી અને એને ઉડાન આપવા માટેનું કામ ગુજરાત સરકાર કરી રહી છે. યોગાનુયોગ આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પણ છે ત્યારે યુવાઓને શિક્ષણ અને હક માટે મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શિક્ષણ એ રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસનો પાયો વધુ મજબૂત બનાવે છે એટલું જ નહીં પણ શિક્ષણએ વિકસિત ભારતની આધારશિલા છે.

ડૉ. વાજાએ કહ્યું હતું કે, વડાપ્રધાનએ ‘વિકસિત ભારત ૨૦૪૭’નું જે સપનું જોયું છે તે સ્વપ્ન અને સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે પણ શિક્ષણને વિકાસનું સૌથી શક્તિશાળી સાધન બનાવ્યું છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારની શિક્ષણ‌ ક્ષેત્રે અનેક સકારાત્મક યોજનાઓ, જોગવાઈઓ અને કામગીરીના પરિણામે હજારો-લાખો વિદ્યાર્થીઓના જીવનમાં આજે ગુણાત્મક પરિવર્તન આવી રહ્યું છે. વડાપ્રધાનનો મંત્ર છે,”બેટી બચાવો, બેટી પઢાવો” અને તેની સાથે સાથે “દીકરીને આપો જ્ઞાન, એ જ સાચું સન્માન‌ છે, આ બંને મંત્રને ચરિતાર્થ કરનારી આ સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે કોઈ દીકરી માત્ર આર્થિક કારણોસર અભ્યાસથી વંચિત ન રહે અને કોઈ પ્રતિભાશાળી વિદ્યાર્થી આર્થિક મર્યાદાને કારણે ભણવામાં પાછળ રહી ના જાય, તેની સરકાર સતત ચિંતા કરે છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

રાજ્યમંત્રી મતી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં શરૂ થયેલા ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી’ અભિયાનના પરિણામે આજે શિક્ષણ ક્ષેત્રે પાયાનું પરિવર્તન આવ્યું છે. એક સમયે જે શાળામાં એનરોલમેન્ટ રેટ અંદાજે ૭૫ ટકા હતો તે આજે વધીને ૯૯.૯૯ ટકા સુધી પહોંચ્યો છે, જ્યારે ડ્રોપઆઉટ રેશિયો ૩૭ ટકાથી ઘટીને માત્ર ૧ ટકા જેટલો થઈ ગયો છે. દરેક બાળક શાળામાં પ્રવેશ બાદ ટકી રહે, નિયમિત હાજરી આપે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે દિશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.

રાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને દીકરીઓ વિજ્ઞાન પ્રવાહ તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં આગળ વધે તે માટે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ યોજનાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજનાઓના અમલીકરણથી ઉચ્ચતર માધ્યમિક સ્તરે દીકરીઓના પ્રવેશમાં પ્રથમ વર્ષમાં ૧૬ ટકા અને ૮૦ ટકાથી વધુ હાજરી ધરાવતી ધોરણ ૯ થી ૧૨ ની દીકરીઓની સંખ્યામાં અંદાજે ૭૩ ટકા જેટલો વધારો નોંધાયો છે એટલું જ નહીં, વિજ્ઞાન પ્રવાહમાં પણ ૮૦ થી ૧૦૦ ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૨૫ ટકાનો અભૂતપૂર્વ વધારો થયો છે.

કરોડો રૂપિયાની આર્થિક સહાય સીધી જ લાભાર્થીઓના બેંક ખાતામાં DBTના માધ્યમથી જમા કરીને સરકાર દીકરીઓના આત્મનિર્ભરતા અને ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નોને પાંખો આપી રહી છે. આ તમામ આંકડાઓ અને આર્થિક સહાય માત્ર એક સરકારી કાર્યક્રમ પૂરતી સીમિત નથી, પરંતુ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની દીર્ઘદ્રષ્ટિનો એક ભાગ છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં ઉચ્ચ-તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી  ત્રિકમ છાંગા, નાણા રાજ્ય મંત્રી  કમલેશ પટેલ,  ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના અધિક મુખ્ય સચિવ  મુકેશ કુમાર, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ  મિલિંદ તોરવણે, હાયર એજ્યુકેશન કમિશનર  દિલીપ રાણા, કમિશનર ઓફ સ્કૂલ્સ  આનંદ પટેલ, શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ રૂબરૂ તેમજ સમગ્ર રાજ્યમાંથી શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

Tags:

4LakhStudentsBhupendraPatelEducationForAllEducationMattersEmpoweringYouthFutureLeadersGandhinagarGujaratEducationGujaratGovernmentInvestInEducationRs646CroreScholarshipDistributionScholarshipsStudentSupportYouthEmpowerment

Share Article

Other Articles

Previous

વડનગર ખાતે શ્રાવણ માસના પાવન પર્વે યોજાશે ભવ્ય ‘શ્રાવણોત્સવ’

Next

96.9% ફળ-શાકભાજી સુરક્ષિત, માત્ર 3.1% માં જંતુનાશક વધુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વડનગર ખાતે શ્રાવણ માસના પાવન પર્વે યોજાશે ભવ્ય ‘શ્રાવણોત્સવ’
2 કલાક પહેલા
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4.72 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 646 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ
2 કલાક પહેલા
96.9% ફળ-શાકભાજી સુરક્ષિત, માત્ર 3.1% માં જંતુનાશક વધુ
2 કલાક પહેલા
વોશિંગ્ટન સુંદર પણ શ્રીલંકા ટેસ્ટમાંથી બહાર થશે, BCCI નું ટેન્શન વધ્યું
3 કલાક પહેલા
Categories

નેશનલ

3430 Posts

Related Posts

પાકિસ્તાનમાં શા માટે થયા રમખાણ… વાંચો
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
ભ્રષ્ટાચારના કેસમાં રોકડ રકમની જપ્તીથી કોઈને દોષિત માની શકાય નહીં, સુપ્રીમ કોર્ટનું મહત્વનું ફરમાન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં લોક મેળો પૂર્ણ થયા બાદ 50% સસ્તી ચીજો ની ખરીદી કરવા ભીડ ઉમટી જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
રવિવારે UK, US , રશિયા, આફ્રિકા, નેધરલેન્ડના પતંગબાજો કરશે જમાવટ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર