હું તારા માટે આટલું કરું છું તો તું પણ એટલું કર..!! 87% લોકો કહે છે કે સંબંધ તૂટવાનું કારણ છે આ “પઝેસીવનેસ”
આ વિષય પર થયેલ સર્વેમાં આવ્યા ચોંકાવનારા કારણો:અધિકાર અને સ્નેહ વચ્ચે પાતળી ભેદરેખા છે જે બ્રેક થાય એટલે આપઘાત કે હત્યા જેવી ઘટનાઓ સુધી લઈ જાય છે,493 લોકો પર અધિકારભાવનો સર્વે
આપઘાત,હત્યા કે ઓનર કિલિંગનાં બનાવો ઝડપથી વધી રહ્યા છે,જેનું કારણ ક્યાંક ને ક્યાંક “અધિકારભાવ”અર્થાત પઝેસીવનેસ છે.આ વિષય પર થયેલ સર્વેમાં ઘણાં ચોંકાવનારા કારણો સામે આવ્યા છે.અધિકાર અને સ્નેહ વચ્ચે પાતળી ભેદરેખા છે.આ જ્યારે વટાવો એટલે અપેક્ષાઓ વધે અને છેલ્લે પીડા ડિપ્રેશન અને એ જીવન ટૂંકાવા સુધી લઈ જાય છે.
આ ભાવ ઘણા વખત પ્રેમ, લાગણી, આત્મીયતા કે નજીકપણાથી જન્મે છે. જ્યારે આપણે કોઈને ખૂબ જ નજીક માનીએ છીએ, ત્યારે લાગે છે કે આપણો પણ કંઈક હિસ્સો છે એના જીવનમાં, નિર્ણયોમાં, લાગણીઓમાં.આજના સમયમાં ઘણા બધા એવા ઉદાહરણ જોવા મળે છે કે જેમાં પુરુષ કે કોઈ સ્ત્રી પોતાના જ પ્રિય લોકોની હત્યા કરી નાખે છે અને છતાં પણ તેઓને કોઈપણ બાબતે અફસોસ હોતો નથી તે અફસોસ ન હોવાના કારણે લોકોમાં માનસિક રીતે વિકૃતિ જોવા મળે છે જે લોકોમાં માનવતા ની કક્ષા ખૂબ જ નિમ્ન હોય છે અને જ્યારે લોકો તે પોતાના ધાર્યા પ્રમાણે કાર્ય ન થવાના કારણે અથવા પોતાની સત્તાના કારણે બીજા પર નિયંત્રણ મેળવી શકતા નથી ત્યારે તેઓ આત્મહત્યાનું પગલું ભરતા હોય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર ડૉ. યોગેશ એ જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર દોશીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીની કાનાણી અર્સિતા દ્વારા ૪૯૩ લોકો ઉપર અધિકારભાવ એટલે કે પઝેસીવનેસનો સર્વે કરવામાં આવ્યો છે
વધારે પડતો લાડ કે પ્રેમ તે પણ નુકસાન જ પહોંચાડે છે
(1) 88.3% લોકોએ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયા માં અધિકાર ભાવ (possessiveness) માં વધારો કરે છે.
(2) 69.5% લોકો સ્વીકારે છે કે અધિકારભાવના કારણે પોતાના પાર્ટનર પ્રત્યે લોકોમા શંકા જોવા મળે છે.
(3) 87% લોકો સહમત થાય છે સંબંધ તૂટવાનું કારણ અધિકારભાવ છે.
(4) 89.1% લોકો માને છે કે અધિકારભાવના કારણે સબંધોમાં ઝઘડા નું પ્રમાણ વધે છે.
(5) 81.03%લોકો માને છે કે અધિકારભાવના કારણે ધમકી આપવાનું વલણ વધ્યું છે.
(6) 75.3% લોકોના મતે અધિકારભાવના કારણે લોકોમાં અનુકરણ ના ભાવમાં વધારો થાય છે.
(7) 70.3% લોકો માને છે કે અધિકારભાવ લોકોમાં આત્મ નિયંત્રણમાં ઘટાડો કરે છે.
(8) 79.6% લોકો માને છે કે અધિકારભાવ ના કારણે લોકોમાં આક્રમકતા માં વધારો થાય છે.
(9) 75.6% લોકો સ્વીકારે છે કે અધિકારભાવ ના કારણે લોકોમાંઆત્મહત્યા અને અન્યને મારી નાખવાની ભાવનામાં વધારો જોવા મળે છે.
(10) અધિકારભાવના કારણે 86% લોકો સ્વીકારે છે કે સંબંધમાં વિક્ષેપ ઊભો થાય છે.
વધારે પડતી હુંફ, વધારે પડતો લાડ કે પછી વધારે પડતો પ્રેમ તે પણ નુકસાન જ પહોંચાડે છે કહેવાય છે ને કે ” અતિને ગતિ ન હોય ” બસ તે કહેવત સાચી છે કારણ કે તમે જે સંબંધને જકડીને બાંધી રાખવા માંગો છો અને તેની માટે વધુ લાગણી રાખવાની નિયંત્રણ રાખો છો તો તેના કારણે થઈને તે તેની સ્વતંત્રતાને ગુમાવી બેસે છે અને તે વ્યક્તિ છોડીને પણ જતું રહે છે અથવા જો તે ન જઈ શકે તો કંટાળીને આત્મહત્યા જેવું પગલું પણ ભરતા હોય છે.
“લાગણી આપતી વખતે લાગણી સામે મળવી જ જોઈએ અને ન મળતા બળજબરી કરવી તે સ્વતંત્રતા નથી, મનથી સ્વતંત્રતા દેશો તો તે સંબંધ પણ જળવાઈ રહેશે.
આટલું યાદ રાખો…..સંબંધો ખીલી ઉઠશે..
(1) પોતાની લાગણીઓને એકબીજા સાથે શેર કરો.
(2) લોકોને પોતાનો પર્સનલ સ્પેસ આપો જેથી કરીને તેઓ પોતાની જાતને ઓળખે અને પોતાના વ્યક્તિત્વને વિકાસ કરે.
(3) મનોવૈજ્ઞાનિકો સાથે સંપર્ક કરી પોતાની સમસ્યાને દૂર કરો.
(4) લોકોને નિયંત્રણમાં ઓછા રાખી અને સ્વતંત્રતા આપો કારણ કે જેટલી સ્વતંત્રતા મળશે તેટલો જ સંબંધ મજબૂત થશે.
(5) એકબીજાની ઈચ્છા પ્રેમના સંબંધમાં વધુ અધિકાર ભાવ હોય ત્યારે કેટલીક ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
હું તારા માટે આટલું કરું છું તો તું પણ એટલું કર..!! 87% લોકો કહે છે કે સંબંધ તૂટવાનું કારણ છે આ “પઝેસીવનેસ”