Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

“મને સ્નેહલે ઉશ્કેર્યો એટલે મેં હત્યા કરી” લૂંટ વિથ મર્ડરની ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે આરોપી કિશન ‘પોપટ’ બન્યો

Wed, June 11 2025

પાંચ દિવસ પહેલાં રાજકોટના વાલકેશ્વર સોસાયટી મેઈન રોડ પર શ્રીનગર શેરી નં.3માં રહેતાં બરકતભાઈ ગુલામહુસેનભાઈ લાખાણી (ઉ.વ.70) નામના વૃદ્ધની તેમના જ ઘરમાં ઘૂસી હત્યા કર્યા બાદ 7.755 લાખ રૂપિયાના ઘરેણા સહિતની લૂંટ ચલાવવાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે ધરમ સિનેમા પાસે કારડિયા રાજપૂત છાત્રાલયમાં રહેતાં કિશન માનસિંગ વાઢેર (ઉ.વ.22) અને તેની કોઠારિયા સોલવન્ટમાં રહેતી સ્નેહલબા પ્રતાપસિંહ ગોહિલ (ઉ.વ.22)ને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા બાદ ભક્તિનગર પોલીસ મથકને સોંપ્યા હતા. દરમિયાન બન્નેને ત્રણ દિવસમાં રિમાન્ડ પર લીધાં બાદ ઘટનાનું રિ-ક્નસ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું. બન્નેની આગવીઢબે કરાયેલી પૂછપરછમાં કિશન વાઢેર ભાંગી પડ્યો હતો અને તેણે સ્નેહલની ઉશ્કેરણીને કારણે જ આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હોવાનું કથન કર્યે રાખ્યું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

બન્નેએ બરકતભાઈ લાખાણીની હત્યા કરતાં પહેલાં 72 કલાક સુધી પ્લાનિંગ પણ કર્યું હતું અને કેવી રીતે વૃદ્ધની હત્યા કરી, હત્યા કર્યા બાદ કેવી રીતે ભાગી જવું, ભાગીને ક્યાં રોકાવું તે સહિતના મુદ્દા સામેલ હતા. આ બન્ને શુક્રવારે બરકતભાઈના ઘરમાં ઘૂસ્યા હતા ત્યાં બરકતભાઈએ બન્નેને પોતાનું ઘર પણ બતાવ્યું હતું. આ પછી કિશને વૃદ્ધ પાસે પાણી ક્યાં પડ્યું હશે તેવું પૂછતાં બરકતભાઈ કિશન માટે પાણી લેવા ઉભા થયા કે પાછળથી કિશને તેમને પકડી લઈને ગળા ઉપર છરીનો ઘા મારી દીધો હતો. ત્યારબાદ સ્નેહલબાએ કિશન પાસેથી છરી લઈને ઉપરાછાપરી ઘા ઝીકી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

આ પણ વાંચો : સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?

બરકતભાઈ મૃત્યુ પામ્યા છે તેની ખરાઈ કર્યા બાદ બન્નેએ પહેલાં સ્નાન કર્યું હતું અને લોહીવાળા કપડાં બદલાવી નાખ્યા હતા. આ પછી બન્નેએ માથે ટોપી પહેરી લીધી હતી તો સ્નેહલબાએ મોઢે બુકાની ધારણ કરી લીધું હતું. ઘરની બહાર નીકળ્યા બાદ થોડે દૂર સુધી કિશને એક્ટિવા ચલાવ્યું તો ત્યારબાદ સ્કૂટર સ્નેહલબાએ લઈ લીધું હતું. આટલું ઓછું હોય તેમ રસ્તામાં સ્કૂટર ઉભું રાખીને નંબરપ્લેટ પણ વાળી નાખી હતી.

રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં એવી વિગત પણ જાણવા મળી છે કે વૃદ્ધની હત્યા કર્યા બાદ લૂંટમાં મળેલા ઘરેણા સહિતની મત્તા થોડો સમય પોતાની પાસે જ રાખવાની અને જેવો મોકો મળે એટલે તેનું વેચાણ કર્યા બાદ કિશનના જામજોધપુર પાસે આવેલા ગામમાં જઈને છુપાઈ જવાનું હતું. મામલો થાળે પડી જાય એટલે બન્ને પ્રેમલગ્ન કરીને ત્યાં જ સ્થાયી થઈ જવાની તૈયારી પણ કરી લીધી હતી.

દરમિયાન ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયાની હાજરીમાં સ્ટાફ દ્વારા સ્નેહલબા અને કિશન વાઢેરને વૃદ્ધના ઘેર લઈ જવા ઉપરાંત સ્કૂટર પર કેવી રીતે ભાગ્યા તે સહિતનું રિ-ક્નસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.

Share Article

Other Articles

Previous

કારમાલિકો માટે માઠાં સમાચાર : થર્ડ-પાર્ટી વીમો મોંઘો થઇ શકે, IRDAIએ પ્રીમિયમ 18-25% વધારવાનું સૂચન કર્યું

Next

કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધન : 75 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ,તલગાજરડા ખાતે સમાધિ અપાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
EPFOઓ દ્વારા દેશના લાખો કર્મચારીઓને અપાઈ મોટી રાહત, PFમાંથી હવે રૂપિયા 5 લાખની રકમ ઉપાડી શકશે
12 કલાક પહેલા
ગુજરાતના દરેક ગામડાને મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ: રાજ્યમાં એમેન્ડેડ ભારતનેટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો થશે શુભારંભ
12 કલાક પહેલા
સુરત સ્માર્ટ સિટી કે લેક સિટી? વેનિસ શહેર જેવા દ્રશ્યો સર્જાયા, ખાડીમાં 3 યુવકો તણાયા, પોલીસ સ્ટેશન બે દિવસથી પાણીમાં
13 કલાક પહેલા
લીડ્સ ટેસ્ટમાં રિષભ પંતે બેક ટુ બેક સદી ફટકારવા છતાં મળી સજા : આ નિયમનું કર્યું ઉલ્લંઘન, જાણો શું છે સમગ્ર મામલો
14 કલાક પહેલા
Categories

નેશનલ

2208 Posts

Related Posts

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વોઈસ ઓફ ડેની શુભેચ્છા મુલાકાતે
રાજકોટ
9 મહિના પહેલા
૩ કરોડની છેતરપિંડીના કેસમાં આરોપી લાલજી ઢોલાના ફર્ધર રિમાન્ડ રદ
ક્રાઇમ
9 મહિના પહેલા
તહેવારોને પગલે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 150 એક્સ્ટ્રા બસ દોડાવાશે શું કહ્યું વિભાગીય નિયામક જે.બી કલોતરાએ જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
તમે ખાધી કે નહીં ? રાજકોટમાં કોરિએન્ડર’,આઈસ્ક્રીમ’ સહિતની ૮૦ પ્રકારની મળે છે સેન્ડવિચ !!
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર