અરે બાપ રે…RMC જુનિયર ક્લાર્કની પરીક્ષા આટલા બધા ઉમેદવારો આપશે !! જાણો તારીખ, સમય અને કોલલેટર ડાઉનલોડ કરવાની રીત
રાજકોટ મનપા દ્વારા વિવિધ ખાલી જગ્યા પર અંદાજે સવા વર્ષ પહેલા અરજી મંગવવામાં આવી હતી જેમાં આશરે 60 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે આટલો સમય વીતી ગયા બાદ મનપા દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજકોટ મહાનગર પાલીકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓ માટેની ગુજરાતી માધ્યમની લેખિત પરીક્ષા આગામી 04/05/2025ને રવિવારના રોજ સવારે 11:00 થી 12:30 દરમ્યાન યોજાશે. રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સારી તક હશે
પરીક્ષાનો સમય સવારે 11:00 થી 12.30 સુધીનો રહેશે
ર૧ ડિસેમ્બર ર૦ર૩નાં સુધી જુદી જુદી કેડરની ખાલી પડેલ ૩૩ જગ્યા ખાતાકીય ભરતીથી ભરવા માટે અરજી મંગાવામાં આવી હતી. ત્યારે વિવિધ ૯ કેડરની ૧૧૬ બીનઅનામતᅠસહિત કુલ ૨૧૯ ખાલી જગ્યાઓ સામે ૬૪ હજારથી વધુ અરજી આવી છે. ત્યારે મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી તા.૦૪ રવિવારનાં રોજ લેખિત પરીક્ષા લેવામાં આવશે . આ લેખિત પરિક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે અને MCQ પ્રકારનાં કુલ-૧૦૦ માર્ક્સની પરીક્ષા રહેશે. જે પરીક્ષાનો સમય સવારે ૧૧.૦૦ કલાક થી ૧૨.૩૦ કલાક સુધીનો રહેશે.
આ લેખિત પરીક્ષાના કોલલેટર મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી રિક્રૂટમેન્ટ સેક્શનમાંથી ડાઉનલોડ કરવાનાં રહેશે જે અંગેની જાણ ઉમેદવારોને મોબાઈલ મેસેજ મારફતે પરીક્ષા સમય પહેલા કરવામાં આવશે.
માત્ર 128 જગ્યાઓ માટે 60 હજારથી વધુ અરજીઓ આવી
માત્ર ૧૨૮ જગ્યાઓ માટે અંતિમ તારીખ સુધીમાં પ૮ હજારથી વધુ અરજીઓ મનપામાં ઓનલાઇન આવી છે. જેમાં જુ. કલાર્ક માટે સૌથી વધુ પ૪૩ર૧ ઉમેદવારોએ અરજી કરી હતી. સાથે જ ગાર્ડન આસી. અને સુપરવાઇઝર, આસી. અને ટેકનીકલ આસી. લાઇબ્રેરીયન, વેટરનરી ઓફીસ, જુ. ફિમેલ સ્વીમીંગ ઇન્સ્ટ્રકટર, ફાયર ઓપરેટર સહિતની કાયમી જગ્યાઓ માટે ઉમેદવારોનો રાફડો ફાટયો છે. છતાં પણ તંત્ર દ્વારા ર૧૯ જગ્યાઓ માટે અરજી કરવાની મુદતમાં પાંચ દિવસ વધારો કરાતા અનેક પ્રશ્નો સર્જાયા છે. સોમવાર સુધી લંબાવાયેલ મુદત જુ.કલાર્કની ૧૨૮ જગ્યાઓ હોટ કેક રહી હતી. જેમાં ૬૦૫૨૧ ઉમેદવારોએ અરજી કરી હતી.