ગુજરાતમાં લીકર સપ્લાય ગેંગ સામે ગુજસીટોક : 181 ગુનાઓ ધરાવતી ટોળકી સામે SMC પોલીસ મથકમાં ગુનો દાખલ
ગુજરાત રાજ્યમાં બુટલેગરો તેમજ આંતર રાજ્ય સપ્લાયર્સ પર સિકંજો કસનાર સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા આવી કુખ્યાત રાજસ્થાન અને રાપરના છ શખ્સોની લીકર (દારૂ) સપ્લાયર ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. એસ.એમ. સી.એ રાજ્યમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ આચરતી આવી બીજી ગેંગ કે જેની સામે 181થી વધુ ગુના નોંધાયા છે તેને સાણસામાં લેવા છ શખ્સો સામે એસ.એમ.સી. પોલીસ મથક ગાંધીનગરમાં જ ગુનો નોંધ્યો છે.
ગુજરાતમાં વિદેશી દારૂ ફતેહપૂરના ઝાંસીકા બાસ રૂપનગરના અનિલ ઉર્ફે પાંડીયા જગદીશપ્રસાદ જાટ, રાજસ્થાન બાડમેરના આગોર ગામના પવનસિંહ ભાખરસિંહ મહેચ્છા, રાજસ્થાનના ચૂરૂ જીલ્લાના જારીયા દુધવા ખારાના તૈફીક મજીરખાન તથા કચ્છના રાપરના પૂના ભાણા ભરવાડ અને અન્ય બે શખ્સો સામે પી.આઈ. સી.એચ. પનારાએ સરકાર તરફે ફરિયાદી બનીને ગાંધીનગર એસ.એમ.સી. પોલીસ મથકે આજે ગુનો દાખલ કરાવ્યો છે. આરોપીઓએ આર્થિકલાભ માટે ગુનાખોરીની સિન્ડીકેટ હતી.
દારૂ માટે પ્રતિબંધીત ગુજરાતમાં ટ્રકો, કન્ટેનરો કે લાખો રૂપિયાની કિંમતનો પૂર્વ કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, પંચમ ભાવનગર તથા જામનગર જીલ્લાઓમાં સૌર પણ સપ્લાય કરતા વેચતા હતા. આ ગેંગ દારૂના સપ્લાયમાં વપરાતા વાહનોના એન્જીન, ચેસીસ નંબરો પણ ખોટા રખાતા ટ્રાન્સપોર્ટના દસ્તાવેજો પણ બોગસ બનાવતા જેથી પોલીસના હાથે પકડાય તો પણ પોલ વાહન માલિકો કે તેના મૂળ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે અથવા તો પકડાય પણ નહીં.