ગુજરાતમાં ભર ઉનાળે આ જિલ્લાઓમાં આવશે વરસાદ : હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હાલ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતમાં ભારે ગરમી પડતી હોય છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી જાય છે. ત્યારે હવામાન વિભાગે ખેડૂતોની ચિંતામાં વધારો કરતી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર એક ઇન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદ પડી શકે છ
રાજ્યમાં આકરી ગરમીના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસ્યો હતો તો સૌરાષ્ટ્ર અને દાહોદ, વલસાડ સહિત અનેક જગ્યાએ કમૌસમી વરસાદ પડ્યો હતો ત્યારે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક ગાજવીજ સાથે છુટાછવાયો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ઇન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલમાં વરસાદ પડશે. આ ઉપરાંત દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, દ્વારકા અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદ રહેશે.
આજે કયા આવ્યો હતો વાતાવરણમાં પલટો ??
રાજ્યમાં આકરી ગરમીના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસ્યો છે. તો આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. આ તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં વહેલી સવારના સમયે માવઠુ વરસ્યું છે. ભાવનગર શહેરના ચિત્રા, બોર તળાવ, કુંભારવાડા, દેસાઈ નગર, રાજનગર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યું હતું દાહોદનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. તો વલસાડમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભીના થયા છે.નવસારી જિલ્લામાં વાતાવરણમાં અચાનક ફેરફાર થયો છે. જિલ્લાના ગણદેવી તાલુકાના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
અનેક જિલ્લાઓમાં આકરી ગરમી વચ્ચે વહેલી સવારે ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાના કારણે ખેડૂતોના કેરી અને ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે..
