ગુજરાતના ટોલનાકા એટલે સરકારના કમાઉ દીકરો : સૌથી વધુ કમાણી કરીને આપતા ટોલ પ્લાઝામાં 1 ક્રમે, આવક જાણીને ચોંકી જશો
ભારતમાં સૌથી વધુ કમાણી કરતુ ટોલ નાડુ બીજું કોઈ નહીં પણ વડોદરા-ભરૂચ વચ્ચેનું હાલનું ભરથાણા ટોલ નાકુ છે. આ ટોલ નાકુ સરકારને વર્ષે ૪૫૦ કરોડથી વધુ રકમની આવક રળી આપે છે. દેશમાં જે ઝડપે રાષ્ટ્રીય ધોરીમાર્ગો બની રહ્યા છે તે જ ઝડપે ટોલ ટેક્સની આવક પણ વધી રહી છે. સરકારે ટોલ ટેક્સમાંથી થતી કમાણીનો આંકડો સંસદમાં રજૂ કર્યો છે. સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે કે ભરૂચમાં આવેલ ટોલ નાકુ સૌથી વધુ કમાણી કરતુ ટોલ નાકુ છે.
મંત્રાયલ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે ૨૦૧૯-૨૦થી ૨૦૨૩-૨૪ માં ભારતના દરેક ટોલ પ્લાઝાએ રૂપિયા ૧.૯૩ લાખ કરોડની કમાણી કરી છે. ગયા નાણાકીય વર્ષ એટલે કે ૨૦૨૩-૨૪ માં સૌથી વધારે ૫૫,૮૮૨ કરોડની કમાણી થઈ હતી. અત્યારે ભારતમાં ૧૦૬૩ ટોલ નાકા છે, જેમાંથી ૪૫૭ તો છેલ્લા ૫ વર્ષમાં બન્યા છે.
કેન્દ્ર સરકારે આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં NIH 48ના વડોદરા-ભરૂચ સેક્શન પર સ્થિત ભરપાણા ટોલ નાકાએ છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે ૨૦૧૯-૨૦થી ૨૦૨૩-૨૪)માં ૦૨,૦૪૩.૮૫ કરોડ રૂપિયાનો ટોલ વસૂલ કર્યો છે. એટલું જ નહીં પરંતુ માત્ર ૨૦૨૩ -૨૪માં ૪૭૨.૬૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આ પછી રાજસ્થાનમાં શાહજહાંપુર ટોલ પ્લાઝા બીજા સ્થાને છે, જે દિલ્હીથી મુંબઈને જોડતા NH-48ના ગુડગાંવ કોટપુતલી-જયપુર સેક્શન પર સ્થિત છે. છેલ્લા ૫ વર્ષમાં આ ટોલમાંથી ૧૮૮૪.૪૬ કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યો છે. ત્રીજા સ્થાને પશ્ચિમ બંગાળમાં NH 16 ના ધનકુની ખડગપુર વિભાગ પર સ્થિત જલધુલાગોરી પ્લાઝા આવે છે. તેમાંથી ૫ વર્ષમાં ૧૫૦૦ કરોડ રૂપિયાનો ટોલ મળ્યો છે. ચોથા નંબરે શ્રીનગરથી કન્યાકુમારીને જોડતા NH 44 ના પાણીપત-જલંધર સેક્શન પર સ્થિત ઘરોંડા ટોલ પ્લાઝાનું નામ આવે છે. છેલ્લા ૫ વર્ષમાં અહીં ૧૩૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. દિલ્હી-મુંબઈ હાઈવે પર સ્થિત એક ટોલ પ્લાઝા સૌથી વધુ કમાણી કરતા ટોલ પ્લાઝામાંથી એક છે. આ સિવાય જીટી રોડ પર આવેલા ટોલ પ્લાઝાથી પણ વધુ કમાણી થાય છે. સરકારે કહ્યું કે છેલ્લા ૫ વર્ષમાં આ ટોલ પ્લાઝામાંથી ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ છે.