15 વર્ષ પછી I.M.A.માં ગુજરાતનું પ્રતિનિધિત્વ: નેશનલ પ્રેસીડન્ટ તરીકે ડો.અનિલ નાયક,વાઇસ પ્રેસીડન્ટમાં ડો. યજ્ઞેશ પોપટની નિયુક્તિ
આજે ડૉક્ટર્સ ડે પર રાષ્ટ્રીય કક્ષાએ તબીબી જગતમાં ગુજરાતનો દબદબો પથરાયો છે.ગુજરાત માટે ગર્વની વાત એ છે કે,15 વર્ષનાં લાંબા સમય બાદ આઈ.એમ.એ.(I.M.A.) નેશનલ પ્રેસીડન્ટ તરીકે ડો.અનિલ નાયક અને રાજ્યમાંથી વાઇસ પ્રેસીડન્ટ તરીકે રાજકોટનાં જાણીતાં ડોકટર યજ્ઞેશ પોપટ આગામી વર્ષ 2026-27 માટે નિયુક્ત થયા છે. અત્રે ખાસ નોંધનીય વાત એ છે કે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને 100 વર્ષ થઈ રહ્યા છે,IMA નાં ગોલ્ડન જ્યુબિલી યર અને ગુજરાત નેશનલ કક્ષાએ ઝળહળશે. આગામી તારીખ 26 થી 28 ડિસેમ્બર અમદાવાદ ખાતે શતાબ્દી મહોત્સવ સાથે ઇન્સ્ટોલેશન સેરેમની યોજાશે.

આ પણ વાંચો : રિલાયન્સ અને નયારા પછી હવે જામનગર જિલ્લામાં સ્થપાશે ONGCની ઓઈલ રીફાઈનરી
ઇન્ડિયન મેડિકલ એસો.માં નેશનલ વાઇસ પ્રેસીડન્ટ પદે સૌરાષ્ટ્ર અને ગુજરાતને એકથી વધુ વખત પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે,જ્યારે નેશનલ પ્રેસીડન્ટ તરીકે અત્યારે મૂળ કચ્છનાં પણ વર્ષોથી તેલંગાણામાં સ્થાયી થયેલાં ડો.દિનેશ ભાનુશાલી છે.જ્યારે આગામી વર્ષ માટે ગુજરાતનાં સુપ્રસિદ્ધ ઓર્થોપેડિક સર્જન ડો.અનિલ નાયક જે હાલમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરી જનરલ તરીકે કાર્યરત છે.આઈ.એમ.એ.નાં 100 વર્ષની સાફલયગાથામાં ડો.અનિલ નાયક છઠા નેશનલ પ્રેસીડન્ટ બનશે.ભૂતકાળમાં સૌ પ્રથમ ડો.જીવરાજ મહેતા,ડો.કિશન દેસાઈ,પદ્મશ્રી ડો.વી.સી.પટેલ,ડો.જીતુ પટેલ અને હવે ડો.અનિલ નાયક નિયુકત થયાં છે.

15 વર્ષ બાદ ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ આ ગૌરવ મળ્યું છે. આગામી ડિસેમ્બર મહિનાનાં અંતિમ સપ્તાહમાં જીમાકોન અને નેટકોમ અમદાવાદ ખાતે યોજવાની છે જેમાં આશરે 5000 ડોક્ટરોની હાજરી વચ્ચે આઈ.એમ.એ.નાં નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ડો.અનિલ નાયક અને ડો. યજ્ઞેશ પોપટ સહિત નવી ટીમ શપથગ્રહણ કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે,રાજકોટમાંથી સ્ટેટ અને નેશનલ ટીમમાં ડો.અતુલ પંડ્યા,ડો.ભરત કાકડીયા,ડો.હિરેન કોઠારી અલગ અલગ હોદાઓ પર જવાબદારી સુપેરે સંભાળી હતી.
