રિલાયન્સ અને નયારા પછી હવે જામનગર જિલ્લામાં સ્થપાશે ONGCની ઓઈલ રીફાઈનરી
રિલાયન્સ અને નયારા એનર્જી પછી હવે ONGCજામનગર જિલ્લામાં મહાકાય ઓઈલ રીફાઈનરી સ્થાપે તેવી સંભાવના છે.માહિતગાર સુત્રો અનુસાર, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ- ONGCની આ રિફાઈનરી માટે સંયુક્ત સાહસ કરવા માટે સાઉદી અરેબિયાની કંપની-સાઉદી અરામકો-જોડાય તેવી શક્યતા છે.તે ONGCને ઓઈલ સપ્લાય કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દરિયાકાંઠાની આ રિફાઈનરી અંગે ONGC દ્વારા હાલ વિગતવાર ફીઝીબીલીટી રીપોર્ટ (DFR) તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ, આ રિફાઈનરી પ્લાન્ટની ક્ષમતા, રોકાણ અને જગ્યા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો : રાજકોટથી અમદાવાદ માત્ર બે કલાકમાં અને અમદાવાદથી સોમનાથ માત્ર 4 કલાકમાં પહોંચી શકાશે, જાણો ક્યારે તૈયાર થશે એક્સપ્રેસવે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ 2025માં સાઉદી અરબની મુલાકાતે ગયા ત્યારે બંને દેશોએ રીફાઈનીંગ અને પેટ્રોકેમીકલ્સ ક્ષેત્રે સહયોગની જાહેરાત કરી હતી. આ સમયે ભારતમાં બે રીફાઈનરી સ્થાપવાનું પણ નક્કી કરાયું હતું. આ બે પૈકીની એક ભારત પેટ્રોલીયમ દ્વારા આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં સ્થાપવામાં આવી રહી છે જયારે બીજી જામનગર જિલ્લામાં અથવા ધારૂકા આસપાસ સ્થાપવામાં આવી શકે છે.
ભારતે આગામી 2030 સુધીમાં રીફાઈનીંગ ક્ષમતા 450 mmpta કરવાની જાહેરાત કરી છે.