આજે GPSCની પરીક્ષા: પ્રથમવાર બાયોમેટ્રિકસ હાજરી પુરાશે, રાજકોટ જિલ્લાના 43 કેન્દ્રો અને 404 બ્લોકમાં 9688 ઉમેદવારોની પરીક્ષા
આજે જીપીએસસીની પરીક્ષા લેવાશે,શિક્ષણ,વહીવટી અને પોલીસ તંત્રની પણ સાથે કસોટી છે. જીપીએસસીની પરીક્ષા માં પ્રથમ વખત બાયોમેટ્રિક ના આધારે હાજરી લેવામાં આવશે. રાજકોટ સહિત રાજ્યભરમાં આજે સવારે 11:00 થી 2 વાગ્યા સુધી ફાળવાયેલા પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષા લેવાશે.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન રાજ્ય સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ-૩ ની 300 જેટલી જગ્યા પર ભરતી માટેની પ્રાથમિક કસોટી રવિવારે લેવાના છે જેમાં આ વખતે પ્રથમ વખત બાયોમેટ્રિક આધારિત હાજરી લેવામાં આવશે. રાજકોટ, અમદાવાદ,વડોદરા અને સુરત સહિત 33 જિલ્લામાં નોંધાયેલા 1.85 લાખ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે.
રાજ્યના 745 પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટમાં રવિવારે જી.પી.એસ.સી.ની પરીક્ષા છે જેમાં રાજકોટ જિલ્લાના 43 કેન્દ્રો અને 404 બ્લોકમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષા લેવામાં આવનાર છે જેમાં રાજકોટ જિલ્લામાંથી 9688 ઉમેદવારો આ પરીક્ષા આપશે.