Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સ્ટેમ્પ ડ્યુટીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય, 10 એપ્રિલથી સ્ટેમ્પ ડ્યુટીની સુધારેલી જોગવાઇનો થશે અમલ

Wed, April 9 2025

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે ત્યારે સ્ટેમ્પ ડ્યુટી કાયદામાં કરવામાં આવેલા ફેરફાર આવતીકાલથી અમલી બનવા જઈ રહ્યા છે જેમાં મોર્ગેજ ડોક્યુમેન્ટમાં બેંકોની જવાબદારી નક્કી કરી ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના કિસ્સામાં દંડમાં પણ રાહત આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.

સ્ટેમ્પ ડયુટી કાયદાની નવી જોગવાઈ અન્વયે વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂા.૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે. રૂ.1 કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.૫,૦૦૦ ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે. રૂ.10 કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત- હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ.8,00,000ની ડ્યુટીની હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂ.15,00,000 કરવામાં આવી છે. પરંતુ, એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ.75,00,000 સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. તેમજ વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.5,000ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.

આ ઉપરાંત ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટથી તારીખથી માસિક બે ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે. તે જ રીતે, સ્ટેમ્પ ડ્યુટીની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક ૩ ટકાના દરે પરંતુ મહત્તમ 6 ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઇ કરવામાં આવી છે. એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના 1%ની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક(રેસિડેન્સિયલ) માટે ફિક્સ રૂ.૫૦૦ અને વાણિજ્ય(કોમર્શિયલ) માટે રૂ.૧૦૦૦ ની ડ્યુટી ભરપાઇ કરવાની જોગવાઇ કરી છે. ગીરોખતના કિસ્સામાં જો બેંકો/નાણાંકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરાવવામાં નહિ આવે, તો તેવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરપાઇ કરવાની જવાબદારી બેંકો-નાણાંકીય સંસ્થાઓની રહેશે.

ઉપરાંત, અસલ લેખ (ઓરિજિનલ ડોક્યુમેન્ટ)ની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા ડોક્યુમેન્ટની નકલ ઉપર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઇ પણ આ એક્ટમાં  કરવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઇઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યુટીમાં સુધારા વધારા મૂળ ડ્યુટી માટે કરવામાં આવેલા છે. તેમાં કાયદાની જોગવાઇઓ મુજબ વધારાની ડ્યુટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે. આના જોગવાઈઓથી ઉધોગકારો તેમજ હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થાય તેવો સરકારે પ્રયત્ન કર્યો છે. વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઇઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના ડૉ.દસ્તુર માર્ગ સામે નાલું તૈયાર થતાં હજુ 1.5 મહિનો લાગશે, ભોંયરા જેવા નાલામાંથી ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર જ પસાર થશે

Next

રાજકોટિયન્સને મળશે ગરમીથી રાહત : જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રખડતા કૂતરા અંગે રાજ્યો સુપ્રીમકોર્ટના આદેશને પણ ગાંઠતા નથી! આખા દેશમાંથી માત્ર ત્રણ રાજ્યોએ એફિડેવિટ કરી ફાઇલ
25 સેકન્ડ પહેલા
FIR તો થઇ ગઈ, હવે શું તે જાણવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાવા પડે! દરેક ફરિયાદીને આ રીતે મળી જશે દરેક જાણકારી
13 મિનિટutes પહેલા
લોભામણી જાહેરાતથી ચેતજો! ટેલીગ્રામમાં ઘર બેઠા જોબ કરવાની જાહેરાત જોઈ રોકાણ કરતા ગૃહિણીએ લાખો રૂપિયા ગુમાવ્યા
33 મિનિટutes પહેલા
તહેવારોમાં લોકલ ફોર વોકલને વેગ: 50%થી વધુ સ્વદેશી વસ્તુઓનું વેચાણ, દિવાળીએ 22,000 કરોડનો વેપાર
55 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2601 Posts

Related Posts

સોનિયા, રાહુલ, પ્રિયંકા જનતાનો આભાર માનવા આવતીકાલે રાયબરેલી જશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સરફેશીનું શસ્ત્ર ! 28.57 લાખની બે મિલ્કતો જપ્ત કરાઈ
રાજકોટ
2 વર્ષ પહેલા
નોઈડામાં છ વર્ષની બાળકી પર શાળા પરિસરમાં જાતીય હુમલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
VIDEO : દિપીકા અને રણવીર બનશે શાહરુખ ખાનના પાડોશી…ટૂંક સમયમાં 100 કરોડના લક્ઝુરિયસ ફ્લેટમાં થશે શિફ્ટ  
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર