Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાતમાં CAAના સંપૂર્ણ- ઝડપી અમલ માટે સરકાર કટિબદ્ધ: હર્ષ સંઘવી

Thu, March 14 2024

અમદાવાદ, મોરબી, રાજકોટ, મહેસાણા, કચ્છ તેમજ રાધનપુરના ૧૦૭ પરિવારોએ કેન્દ્રનો આભાર માન્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે તાજેતરમાં સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ-CAAનો કાયદો અમલી બનાવ્યો છે તે કાયદો કોઈપણ ભારતીયની નાગરિકતા છીનવતો નથી. આ કાયદો ભારતના પાડોશી દેશ પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી પારાવાર યાતનાઓનો ભોગ બનેલા અને ત્યાંથી ભારતમાં શરણ લેવા માટે આવેલા હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસી ધર્મના પીડિતોને ભારતની નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો છે. આમાં હાલમાં ભારતમાં નિવાસ કરતાં કોઈપણ ધર્મના નાગરિકની નાગરિકતા લઇ લેવાની કોઈ જોગવાઈ નથી તેવી સ્પષ્ટતા કરતાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે ગુજરાતમાં CAAના લાભાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું.

 કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવાયેલા ભારતીય નાગરિકતા કાનૂન-CAA કાયદાના અમલ  બદલ વર્ષો પહેલા પાકિસ્તાનથી ભારત-ગુજરાતના વિવિધ જિલ્લામાં આવીને વસેલા પીડિત ભાઈ-બહેનો દ્વારા આજે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. CAA અંતગર્ત ભારતની નાગરિકતા સંદર્ભે નાના-મોટા પ્રશ્નોના ઝડપી-હકારાત્મક નિકાલ લાવવા યોગ્ય કક્ષાએ સંકલન કરવામાં આવી રહ્યું છે.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ અભ્યાસ કરીને અમલી બનાવાયેલા CAA કાયદાના ગુજરાતમાં ઝડપી અમલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેના માટે હાલમાં પોલીસ દ્વારા જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ અભિવાદન સમારોહમાં પાકિસ્તાનથી ભારતમાં આવેલા અને અમદાવાદ, મોરબી, રાજકોટ, મહેસાણા, કચ્છ તેમજ પાટણના રાધનપુરમાં સ્થાયી થયેલા પરિવારોમાંથી ૧૦૭ જેટલા ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહીને કેન્દ્ર સરકાર દ્વારા ૭૦ વર્ષ બાદ આ કાયદાના અમલ માટે નેતૃત્વ લેનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહનો અંત:કરણ પૂર્વક આભાર માન્યો હતો.

આ પ્રસંગે પાકિસ્તાનના કરાંચીથી વર્ષ ૧૯૯૦માં અમદાવાદમાં આવેલા પીડિત ડિમ્પલ વાઘવાણી, રાજકોટમાં સ્થાયી થયેલા નાનુબાઈ તેમજ થરપારકર- મીઠીમાંથી આવેલા અને કચ્છના નખત્રાણામાં રહેતા મહેતાબસિંહ સોઢાએ પાકિસ્તાનમાં હિન્દુ પરિવારની બહેન-દિકરીઓ તેમજ હિન્દુઓ પર કરવામાં આવતા અત્યાચારો અંગે પોતાના દુઃખદ અનુભવો વર્ણવતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

આ વેળાએ ગૃહ સચિવ નિપૂર્ણાં તોરવણે, સિમા જાગરણ મંચ અંતર્ગત વિસ્થાપિત હિન્દુ સહાયતા મંચના જીવણભાઈ આહીર, સિંધી વેલ્ફેર એસોસિએશન અમદાવાદના હોદ્દેદારો સહિત વિવિધ સંગઠનોના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

બિભત્સ કન્ટેન્ટ પીરસતા 18 OTT પ્લેટફોર્મ, 19 વેબસાઈટને બ્લોક કરતી સરકાર..વાંચો..

Next

રાજકોટમાં મહીકાના પાટિયા પાસે પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના 361 પેટ્રોલ પંપ અને 66 ગેસ એજન્સીઓ પાસે પુરતો સ્ટોક: પુરવઠા વિભાગે ઓઈલ કંપનીઓ સાથે યોજી બેઠક
18 કલાક પહેલા
ઉપલેટામાં શર્મસાર કરતી ઘટના: કૌટુંબિક ભાઈએ 12 વર્ષની માસૂમ પર નજર બગાડી, દુ*ષ્કર્મ બાદ પરિવારે ફરિયાદ કરતાં કર્યો હુમલો
18 કલાક પહેલા
ભારે કરી! તંગી વચ્ચે ઝાંસીમાં 18 લાખના 524 ગેસ સિલિન્ડરની ચોરી, CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની કરી ધરપકડ
18 કલાક પહેલા
યુદ્ધની અસર: LPG બાદ દેશમાં દવાઓ મોંઘી થવાનો ખતરો, ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આપી ચેતવણી, દવાઓની અછત ઊભી થવાનું જોખમ
19 કલાક પહેલા
Categories

નેશનલ

2979 Posts

Related Posts

ખોડિયાર માતાજીનું અપમાન કર્યા પછી હવે સ્વામિનારાયણ સંતે હાથ જોડીને માંગી માફી
ગુજરાત
2 વર્ષ પહેલા
વડાપ્રધાન રવિ-સોમ સૌરાષ્ટ્રની મુલાકાતે : સોમનાથ મહાદેવના દર્શન બાદ સાસણમાં નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં ભાગ લેશે
ગુજરાત
1 વર્ષ પહેલા
પોલીસ ગુનેગારો સાથે ગેરવર્તન ન કરે, પોલીસને તેની મર્યાદાનો ખ્યાલ હોવો જોઇએ !! સુપ્રિમ કોર્ટની ચેતવણી
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
પુનામાં મુથા નદી ઉપર મચ્છરોનો ટોર્નેડો…જુઓ ચોંકાવનારો વિડીયો
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર