અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
સમગ્ર દેશના લોકોનું હૈયું હચમચાવી દે એવી અમદાવાદની એર ઈન્ડિયાની પ્લેન ક્રેશ દુર્ઘટના જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું દુખદ નિધન થયું છે. વિજય ભાઈના નિધનથી પરિવારજનોમાં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમા શોકની લાગણી છવાઈ છે. વિજયભાઈ લંડન દીકરીના ઘરે જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠા હતા. પણ કુદરતે તો કઈક બીજું જ ધાર્યું હશે. સી. આર પાટિલે પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનની પુષ્ટિ કરીને કહ્યું હતું કે વિજય રૂપાણીના નિધનથી ભાજપ પરિવારમાં મોટી ખોટ પડી છે.

વિજય રૂપાણીનો જન્મ
બહુ ઓછા લોકોને આ વાતની જાણકારી હશે કે વિજય રૂપાણીનો જન્મ ગુજરાતમાં નહીં પરંતુ રંગૂનમાં ૨ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન છે. તેઓ જૈનધર્મનાં અનુયાયી હતા.રમણિકલાલ સપરિવાર 1960માં બર્માને છોડીને માટે ભારત આવ્યા. પછી તેઓ ગુજરાતનાં રાજકોટમાં રહેવા લાગ્યા. વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી LLB થયા. તેમના પત્ની અંજલિબેન પણ સ્થાનિક રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે.

પ્રારંભિક કારકિર્દી
રાજકોટમાં આવ્યા બાદ કોલેજકાળ દરમિયાન વિજય રૂપાણી એક વિદ્યાર્થી નેતા તરીકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માં જોડાયા હતા. ત્યાર બાદ તેઓ RSS માં પણ જોડાયા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી વિજય રૂપાણી પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યા હતા પછી તે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા. તેઓ ૧૯૭૧થી ભારતીય જનતા પક્ષનાં કાર્યકર્તા છે. 1976 વર્ષમાં ભારતની કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજ-મહાનગરની જેલમાં 11 મહિના સુધી રહ્યા હતા.

વિજય રૂપાણી RMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ફરજ બજાવી
વિજય રૂપાણી 1978 વર્ષથી 1981 સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક પણ હતાં. 1987 વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા અને ડ્રેનેજ કમિટીના ચેરમેન બન્યા. 1988 થી 1996 સુધી વિજય રૂપાણી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ કામગીરી બજાવી ચુક્યા છે.

1998 વર્ષે ભાજપ-પક્ષનાં ગુજરાત રાજ્ય વિભાગનાં જનરલ સેક્રેટરી થયા. જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યનાં CM હતા, ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિનાં આધ્યક્ષનું વહન કર્યું. 2006 વર્ષે ગુજરાત પર્યટન વિભાગનાં અધ્યક્ષ બન્યાં. 2006-2012એ રાજ્યસભાનાં સદસ્ય હતા.

જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા, ત્યારે વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં ચાર વાર અધ્યક્ષ, ગુજરાત મહાનગરપાલિકાનાં વિત્તવિભાગનાં એકવાર અધ્યક્ષ (2013) બન્યા. 19 ફેબ્રુઆરી 2016ના રોજ વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં અધ્યક્ષ બન્યા


વજુભાઇવાળાનું રાજીનામું
ઓગસ્ટ 2014 માં જ્યારે વજુભાઇ વાળાએ જ્યારે રાજકોટ પશ્ચિમ સીટ પરથી રાજીનામું આપ્યું ત્યારે તેમના સ્થાને વિજય રૂપાણીને સ્થાન આપવામાં આવ્યું. વિજય રૂપાણી ખુબ જ મોટા માર્જિનથી જીત પ્રાપ્ત કરી. 19 ઓક્ટોબર 2014 ના રોજ પહેલી વખત ધારાસભ્ય બન્યા. આનંદીબેન પટેલની સરકારમાં તેઓ પરિવહન, પાણીપુરવઠ્ઠા અને શ્રમ તથા કલ્યાણમંત્રી બન્યા.

ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ પણ રહ્યા
19 ફેબ્રુઆરી, 2016માં આર.સી ફળદુ બાદ તેઓ ભાજપનાં પ્રદેશ પ્રમુખ બન્યા. તેઓ 7 મહિના સુધી રાજ્યના પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા.

મુખ્યમંત્રી તરીકે કારકિર્દી

પાટીદાર અનામત આંદોલનનાં કારણે આનંદીબેન પટેલને રાજીનામું આપવું પડ્યું હતું. જેના કારણે સરકાર દ્વારા તેમને 7 ઓગસ્ટ 2016 ના રોજ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. જો કે 2017 માં ગુજરાતની નિયમિત વિધાનસભા ચૂંટણી યોજાઇ તેમાં તેઓએ ન માત્ર પોતાની રાજકોટ પશ્ચિમ સીટ બચાવી પરંતુ પાટીદાર અનામત આંદોલન અને સરકાર વિરોધી પવન છતા સરકાર બચાવવામાં પણ સફળ રહ્યા. તેઓ ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. 22 ડિસેમ્બર 2017 થી 11 સપ્ટેમ્બર 2021 સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. જો કે કોરોના કાળ દરમિયાન ગુજરાતમાં સર્જાયેલી અવ્યવસ્થાને પગલે તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
NOTE : આ લેખમાં લેવામાં આવેલી બધી માહિતી અને ફોટા ઈન્ટરનેટ પરથી લેવામાં આવ્યા છે