પેટ-આંતરડા સંબંધિત બીમારીની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં લૂંટાવું નહીં પડે : રાજકોટ એઈમ્સમાં જ થશે સારવાર
ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એટલે કે, એઈમ્સ રાજકોટ ખાતે એક પછી એક આરોગ્યલક્ષી સેવાઓ શરૂ થઇ રહી છે જેમાં હવે પેટ, આંતરડા, લીવર સહિતની બીમારી માટે કોલોનોસ્કોપી અને અપર જી.આઈ એન્ડોસ્કોપી સેવાઓ શરૂ કરવામાં આવતા દર્દીઓને પેટ અને આંતરડા સંબંધિત બીમારીની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં લૂંટાવું નહીં પડે.
આ પણ વાંચો : રાજકોટમાં GST અપીલ ટ્રીબ્યુનલ ડિસેમ્બરથી શરૂ થઈ જશે : 500થી વધુ કેસનું જલ્દીથી નિરાકરણ આવે તેવી આશા
એઇમ્સ રાજકોટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો.ડો.ગોવર્ધન દત્ત પુરીના માર્ગદર્શન અને એઈમ્સ જોધપુરના ડૉ. આશિષ અગ્રવાલની આગેવાની હેઠળ, એઈમ્સના આસિસ્ટન્ટ પ્રોફેસરો ડૉ. કોમલ કુમાર જાંગીર, ડૉ. મિનેશ સિંધલના સહયોગથી પેટ અને આંતરડા તેમજ લીવરની બીમારી માટે કોલોરેક્ટલ અને ઉપલા જઠરાંત્રિય રોગોની તપાસ અને સારવાર શરૂ કરવામાં આવી છે.11 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અને કોલોનોસ્કોપી, અપર જી.આઈ એન્ડોસ્કોપીના નિષ્ણાંત એઈમ્સ જોધપુરના એસોસિયેટ પ્રોફેસર અને ફેકલ્ટી ઇન્ચાર્જ ગેસ્ટ્રોએન્ટેરોલોજી ડૉ.આશિષ અગ્રવાલના પ્રયાસોથી નવી ચિકિત્સા સેવા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Jolly VS Jolly : Jolly LLB 3નું ટીઝર રીલિઝ, અક્ષય અને અરશદ વારસી આવશે આમને-સામને, કોર્ટમાં થશે જંગ
મેડિસિન વિભાગના વડા ડૉ. કોમલ કુમાર જાંગીર અને સર્જરી વિભાગના વડા ડૉ. મિનેશ સિંધલના સંયુક્ત પ્રયાસોથી હવેથી એઇમ્સ રાજકોટમાં સમયસર કોલોનોસ્કોપી અને જી.આઈ એન્ડોસ્કોપી દ્વારા નિદાન થઇ શકશે.અપર જી.આઈ એન્ડોસ્કોપી દ્વારા પેટની બીમારી અને આંતરડાની તપાસ માટે ઉપયોગી છે. જેમાં પેટમાં ચાંદા,પેટમાં ગાંઠ,અન્નનળી માં ચાંદા જઠર માં સોજો જેવી તપાસ કરી શકાય છે. જયારે કોલોનોસ્કોપી દ્વારા નાના અને મોટા આંતરડામાં ચાંદા,ગાંઠ, લીવર અને આંતરડાની તપાસ કરવામાં આવે છે.
