પહેલા પફમાંથી વંદો હવે સૂપમાંથી ગરોળી….શું વડોદરામાં થાય છે લોકોના આરોગ્ય સાથે ચેડા ??
વડોદરામાં અગાઉ પીઝા, કોલ્ડડ્રિન્ક્સ, પફ સહિતના ફૂડમાં જીવડા નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે. જે બાદ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં હોટલના સૂપમાંથી મરેલી ગરોળી નીકળી હતી. ત્યારે ગ્રાહકે મેનેજરને આ બાબતે ઉધડો લીધો હતો. સૂપમાંથી મરેલી ગરોળી નીકળતા હોટલની સ્વચ્છતા અને ફૂડ કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.
લોકો ખાવા પીવાના શોખીન થતા જાય છે જેના કારણે ખાણીપીણીની લારીઓ તેમજ દુકાનો પણ પ્રતિદિન ખુલતી જોવા મળી રહી છે. જેને કારણે અમુક લોકો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખતા નથી ત્યારેવડોદરા તરસાલી હાઈવે ઉપર આવેલી સર્વોત્તમ હોટલમાં પીરસવામાં આવેલા સૂપમાંથી મરેલી ગરોળી નિકળી હતી. ઘણા લોકો ગરોળી વાળું અળધુ સૂપ પી ગયા હતા ત્યારે ગ્રાહકને ખબર પડતાં હોટલ મેનેજરનો ઉધડો લીધો હતો.
આ બાબતે હોટલના મેનેજરે માંફી માંગી પરંતુ ગ્રાહકે કહ્યું કે અમારા પરીવારના સદસ્યોએ કશું થયું તો જવાબદાર કોણ ?ફૂડ હાઇજીન મેઈનટેઈન કરવામાં હોટલો સાવ નબળી સાબિત થઇ છે. ત્યારે મનપા દ્વારા રસોડામાં આટો મારીને ચેકિંગ કરવામાં આવે તો હકીકત સામે આવી શકે છે. કોર્પોરેશનની ફુડ સેફ્ટીની ટીમો તહેવારો નજીક આવતા ચેકીંગ હાથ ઘરે છે.અન્ય દિવસોમાં આરોગ્ય શાખાના હોટેલ સંચાલકો પર ચાર હાથ છે કે કેમ એવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ મામલે હોટલ સંચાલકો પર શું પગલા લેવામાં આવશે તે જોવાનું રહ્યું…..