ફાઇટ ટુ ફિનિશ: આજે વડોદરામાં WPL ગ્રાન્ડ ફાઇનલમાં બે મિત્રો વચ્ચે મુકાબલો, RCB અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે મેચ
આજે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલ મેચ વડોદરામાં રમાશે. ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) ટકરાશે. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની RCB બીજી વખત ટાઇટલ જીતીને મુંબઈ ઇન્ડિયન્સના રેકોર્ડની બરાબરી કરવાનો પ્રયાસ કરશે, જ્યારે દિલ્હી કેપિટલ્સ ફાઇનલમાં ત્રણ વખત હારને જીતમાં ફેરવવાના પ્રયાસ કરશે.
દિલ્હી કેપિટલ્સે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટસને સાત વિકેટે હરાવ્યું
દિલ્હી કેપિટલ્સે 3 ફેબ્રુઆરીએ એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટસને સાત વિકેટે હરાવી ચોથી વખત વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના ફાઈનલમાં જગ્યા બનાવી છે. આજે ગુરૂવારે વડોદરાના કોટંબી સ્ટેડિયમ પર સાંજે 7.30 વાગ્યાથી દિલ્હીનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ) સામે થશે. જેમિમા રોડ્રિગ્સની આગેવાનીમાં દિલ્હીએ ફરીવાર ફાઈનલમાં પહોંચવાનો પોતાનો શાનદાર સિલસિલો જાળવી રાખ્યો હતો. દિલ્હી કેપિટલ્સ પહેલી WPL સીઝન-૨૦૨૩ના ફાઈનલમાં પહોંચ્યું હતું અને ત્યારથી દરેક સીઝનમાં ફાઈનલ મુકાબલા માટે ક્વોલિફાય કર્યું હતું. જો કે ટ્રોફી હજુ સુધી તેના ‘નસીબ’માં આવી નથી જેના કારણે વધુ એક વખત તેની પાસે ચેમ્પિયન બનવાની તક રહેશે.
આ પણ વાંચો :શું RO-KO 2027નો વર્લ્ડકપ રમશે? MS ધોનીએ આપ્યો સ્પષ્ટ જવાબ:કહ્યું-‘ઉંમર નહીં, ફિટનેસ જુઓ’
મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે
આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ઉપર રમાશે. ફાઈનલ સુધી પહોંચવામાં દિલ્હીની સફર અત્યંત કપરી રહી હતી કેમ કે ચાર મેચ બાદ તો તેનું અહીં સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું. દિલ્હીના અભિયાનનો પ્રારંભ અત્યંત નિરાશાજનક રહ્યો હતો. દિલ્હીએ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટસ વિરુદ્ધ સળંગ બે મેચ ગુમાવી દીધી હતી. જો કે પોતાની ત્રીજી મેચમાં દિલ્હીએ યુપી વોરિયર્સને સાત વિકેટે હરાવી પોતાની જીતનું ખાતું ખોલાવ્યું. જો કે આગલી જ મેચમાં ટીમ ફરીથી જીતના પાટા પરથી ઉતરી ગઈ અને બેંગ્લુરુ સામે આઠ વિકેટે મુકાબલો ગુમાવ્યો હતો આમ છતાં તેણે હાર માન્યા વગર ધારદાર રમતનું પ્રદર્શન કરી આખરે ફાઈનલ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
દિલ્હી કેપિટલ્સ: જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), તાનિયા ભાટિયા (વિકેટકીપર), લ્યુસી હેમિલ્ટન, ચિનેલ હેનરી, મેરિઝાન કેપ, અલાના કિંગ, લિઝેલ લી, મિન્નુ મણિ, નિકી પ્રસાદ, સ્નેહ રાણા, શફાલી વર્મા, નંદની શર્મા, શ્રી ચરાણી, પ્રગતિના સિંઘ, ડબલ્યુ શ્રી અદ્યુરા, લ્યુસી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ સ્મૃતિ મંધાના (કેપ્ટન), લોરેન બેલ, નાદીન ડી ક્લાર્ક, રિચા ઘોષ (વિકેટકીપર), ગ્રેસ હેરિસ, દયાલન હેમલતા, ગૌતમી નાઈક, શ્રેયંકા પાટીલ, કુમાર પ્રત્યુષા, પ્રેમા રાવત, અરુંધતી રેડ્ડી, સયાલી ગેસ્ત્રો, પો.સ., લિનેશ સત્કાર, પો. દીવાલ, રાધા યાદવ.
