રાજકોટ ઢેબર રોડ નજીક ધારેશ્વર સોસાયટીમાં ભાઈ-બહેન પારિવારિક ઝઘડાનું સમાધાન કરવા પિતાને મળવા પહોંચ્યા હોય દરમિયાન સંતાનો પર એકદમ ઉશ્કેરાઈ હું મરી જાવ તો પાણી પીવડાવવા પણ ન આવતાં તેમ કહી પુત્ર-પુત્રી છરી વડે હુમલો કરતાં બંનેને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડયા હતા. બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

વિગતો મુજબ, કોઠારીયા રોડ પર કવિ કલાપી ટાઉનશીપમાં રહેતા અનુજ નિલેશ કાચા નામના 21 વર્ષિય યુવકે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ત્રણ મહિના પૂર્વે લગ્ન થયા હતા જે બાદ પિતા સાથે મનમેળ ન થતાં અનુજ અને તેના પત્ની જુદા રહેવા માટે ગયા હતાં. દરમિયાન બુધવારે અનુજની મોટી સંજના તેના ઘરે આવેલ અને બંને ભાઈ-બહેન દ્વારા પિતાને સમજાવવા માટે ઘરે જવાનું નક્કી થયું હતું. ઘરે પહોંચી અનુજે હાજર પિતાને કહેલું કે આપડે એક બીજાના ઘરે આવવા-જવાનું રાખી. જે વાતમાં આધેડ નિલેશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ” તારે મારા ઘરે આવવાનું નહીં” તેમજ ” હું મારી જાવ તો પણ પાણી પીવડાવવા ન આવતા તેમ કહી મંદિરમાં રાખેલી છરી લઈ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો : નવા GST નંબર માટે 7 દિવસમાં કાર્યવાહી થવી જોઈએ: નવી ગાઈડલાઈનથી લાખો વેપારીઓને હાશકારો
પિતાએ છરી લઈ અચાનક કરેલા હુમલામાં અનુજને માથાના ભાગે જ્યારે સંજનાને હાથમાં છરી લાગી જતાં લોહીલુહાણ હાલતમાં બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અહીં પોલીસે અનુજનું નિવેદન લઈ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.