હૈદરાબાદને હૈદરાબાદમાં ‘હૈદરાબાદ સ્ટાઇલ’થી હરાવતું લખનૌ : નિકોલસ પૂરન-મિચેલ માર્શની ધુંઆધાર બેટિંગ, શાર્દૂલની વેધક બોલિંગ
IPL-18ની શરૂઆત જીત સાથે કરનાર સનરાઇઝર્સ હૈદરાબાદને બીજી મેચમાં જ હારનો સામનો કરવો પડયો હતો. લખનૌએ હૈદરાબાદને તેના જ ઘરમાં હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 190 રન બનાવ્યા હતા જેના જવાબમાં લખનોને જીતવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડયો ન્હોતો.
લખનૌની જીતમાં બોલિંગમાં શાર્દુલ ઠાકુર અને બેટિંગમાં નિકોલસ પુન-મિશેલ માર્શનું યોગદાન રહ્યું હતું. ઠાકુરે 4 વિકેટ લીધી જ્યારે પૂરણ અને માર્કે અડધી સદી ફટકારી હતી. લખનૌના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને હૈદરાબાદને પહેલા
બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. હૈદરાબાદ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે 300 રન પણ બનાવી શકે છે પરંતુ શાર્દુલ ઠાકુરે તેમની બધી આ બધી ગણતરી ઉંધી વાળી દીધી હતી. પોતાની બીજી ઓવરમાં ઠાકુરે અભિષેક શર્મા અને પછી ઈશાન કિશનને આઉટ કરીને લખનોને મજબૂત શરૂઆત અપાવી હતી.
જોકે, ટ્રેવિસ હેડની ઝડપી બેટિંગથી હૈદરાબાદ પાવરપ્લેમાં 62 રન બનાવવામાં સફળ રહ્યું હતું પરંતુ હેડ આઉટ થયા પછી સ્થિતિ બદલાઈ હતી. હેડને 47 રનના વ્યક્તિગત સ્કોર પર પ્રિન્સ યાદવે બોલ્ડ કર્યા બાદ હૈદરાબાદ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. હેડ ઉપરાંત રેડ્ડીએ 32 રન બનાવ્યા હતા. ક્લાસેન કમનસીબે ૨૬ રન બનાવીને રન આઉટ થયો હતો. ત્યારબાદ અનિકેત વર્માએ 13 બોલમાં 5 છગ્ગાની મદદથી 36 રન બનાવ્યા જેના કારણે હૈદરાબાદ 190 રન સુધી જ પહોંચી શક્યું હતું.
જવાબમાં લખનૌ વતી
શૈલ માર્શ અને નિકોલસ પૂરને ધુંઆધાર બેટિંગ કરી જીત નિશ્ચિત કરી હતી. શરૂઆતમાં જ માર્કરમ આઉટ થયા પછી, બંને બેટ્સમેનોએ હૈદરાબાદના બોલરોની આગવી શૈલીમાં ધોલાઈ કરી હતી. પૂરને માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી જે આ સિઝનની સૌથી ઝડપી અડધી સદી છે. પુરને માર્શ સાથે મળીને માત્ર 19 બોલમાં 50 રન ઉમેર્યા હતા. બંનેએ માત્ર ૩૭ બોલમાં સદીની ભાગીદારી પૂરી કરી હતી. લખનૌની ટીમે માત્ર 6.3 ઓવરમાં 100 રનનો આંકડો પૂરો કરી દીધો હતો જયાંથી હૈદરાબાદની હારનો પાયો નખાવાનું શરૂ થયું હતું. મિશેલ માર્શે પણ 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. લખની માટે પૂરણે 26 બોલમાં 50 રન બનાવ્યા તો માર્ચે 31 બોલમાં પર રનની ઈનિંગ રમી હતી. આમ લખનીનો પાંચ વિકેટે વિજય થયો હતો.