Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલનું હાર્ટ ફરી ધબકતું કરવા પ્રયાસો તેજ : કાર્ડિયાક વિભાગ UN મહેતા ઇન્સ્ટિટ્યૂટના હવાલે થશે

Thu, June 5 2025

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગની અદ્યતન સારવાર માટેની કેથલેબ સહિતની આધુનિક સુવિધા ઉપલબ્ધ હોવા છતા કાર્ડિયાક તબીબના અભાવે છેલ્લા બે મહિનાથી સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગને લગતી સારવાર ઠપ્પ છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશાના કિરણ સમાન સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલનો કાર્ડિયાક વિભાગ યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને હવાલે કરવા નિર્ણય કર્યો હોવાનું અને બુધવારે યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટની ટીમ રાજકોટ સિવિલની મુલાકાત પણ લઇ ગઈ હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ સૌરાષ્ટ્રનું હાર્ડ ગણાતા રાજકોટમાં વર્ષ 2023માં સિવિલ હોસ્પિટલમાં રૂપિયા 10 કરોડથી વધુના ખર્ચે કેથલેબ શરૂ કરતા જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગના દર્દીઓને અદ્યતન સુવિધા સાથે હૃદયરોગને લગતી સારવારની સાથે સ્ટેન્ટ બેસાડવા સહિતના ઓપરેશન પણ થતા હતા. જો કે, અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલને ગ્રહણ લાગતા નવી ગાઇડલાઇન મુજબ સિવિલ હોસ્પિટલમાં કાયમી કાર્ડિયોલિજીસ્ટના અભાવને કારણે કોઈ વિઝિટિંગ તબીબો સેવા આપવા આવતા ન હોવાથી છેલ્લા બે  મહિનાથી અહીં કેથલેબ હોવા છતાં હ્રદયરોગના દર્દીઓની સારવાર ઠપ્પ થઇ જવા પામી છે.

આ પણ વાંચો :રાજકોટની પ્રેસની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : 60 હજારનું દેણું ઉતારવા રસોયાએ 76.90 લાખની ચોરી કરાવી!

બીજી તરફ રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે અહીં આવતા હોય કાર્ડિયોલોજીસ્ટના અભાવે દર્દીઓને કાંતો અમદાવાદ અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું પડતું હોય રાજકોટ સિવિલ સત્તાવાળાઓ દ્વારા સિવિલમાં કાયમી કાર્ડિયોલોજિસ્ટની નિમણુંક થાય અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલની તર્જ ઉપર યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાણ થાય તે માટે પ્રયાસ શરૂ કરી આરોગ્ય વિભાગમાં દોડાદોડી શરૂ કરતા જ સારા પરિણામ આવ્યા છે.

freepik

વધુમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેલેબ સહિતની સુવિધા ઉપલબ્ધ હોવાથી વિશ્વ પ્રસિદ્ધ યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હકારાત્મક પ્રતિભાવ સાથે રાજકોટ સિવિલના કાર્ડિયાક વિભાગનું સંચાલન કરવા માટે તૈયારી દર્શાવવામાં આવી હતી અને ગઈકાલે બુધવારે યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટના તબીબોની ટીમ રાજકોટ સિવિલની મુલાકાતે આવી હતી. યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટની ટીમે અહીં પીએમએસએસવાય બિલ્ડિંગમાં કાર્ડિયાક વિભાગની મુલાકાત લઈ કેથલેબ સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં જ એમઓયુ બાદ યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સિવિલ હોસ્પિટલનું સંચાલન સોંપવામાં આવે તેવા સંકેતો હાલમાં મળી રહ્યા છે.

freepik

હાર્ટના જટિલ કેસ માટે દર્દીઓને અમદાવાદના ધક્કા બચશે

હૃદયરોગની સારવાર માટે યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગુજરાત જ નહીં બલ્કે દેશ-વિદેશમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે અને ખાસ કરીને બાળકોમાં જન્મજાત હ્નદયની ખામી, હૃદયમાં કાણું હોવા જેવા જટિલ કેસોમાં સફળતાપૂર્વક સર્જરી કરી અનેક દર્દીઓને નવજીવન આપ્યાના કિસ્સાઓ વચ્ચે યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ રાજકોટમાં જ કાર્યરત બનતા એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, બાયપાસ સહિતના હૃદયરોગના સારવારના કિસ્સામાં દર્દીઓને અમદાવાદ સુધીના ધક્કા નહીં ખાવા પડે. સાથે જ સિવિલ હોસ્પિટલમાં જ અદ્યતન સારવાર ઉપલબ્ધ થવાથી રાજકોટની અનેક ખાનગી હોસ્પિટલને પણ ફટકો પડવાના સંકેતો મળી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનના ગાભા ચિંથરા કાઢી નાખ્યા : 9 વિમાનો, 30 મિસાઈલ અને ડ્રોનનો ખાત્મો

Next

રાજકોટની પ્રેસની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : 60 હજારનું દેણું ઉતારવા રસોયાએ 76.90 લાખની ચોરી કરાવી!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Israel Iran War Effect : ઈરાન-ઇઝરાયલ યુધ્ધથી ભારત સહિત વિશ્વમાં વધી શકે છે મોંઘવારી, LPGની તંગીનો ભય
15 કલાક પહેલા
રાજકોટમાં 18.95 લાખની ચોરીના ડિટેકશનમાં સાચું કોણ, DCB કે LCB  ? વાંચો શું છે સમગ્ર મામલો
15 કલાક પહેલા
હવેથી હીરાસર એરપોર્ટ 24 કલાક ખુલ્લું રહેશે : અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત હોવાથી રાજકોટને તક મળી, જાણો શું છે કારણ
16 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટનાની જવાબદારી લેનાર મહિલા ચેન્નાઈથી ઝડપાઇ : 11 રાજ્યમાં બોમ્બની ધમકી આપનાર એન્જિનિયરની ધરપકડ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2207 Posts

Related Posts

ઈન્ફીનીટી ગેઇમ ઝોને ગજબનો ખેલ પાડ્યો : બોલિંગ બંધ રાખી બોક્ષ ક્રિકેટ ધમધમાવ્યું
ગુજરાત
1 વર્ષ પહેલા
ઈ-કેવાયસી મુદ્દે પુરવઠા જોઈન્ટ ડાયરેક્ટર રાજકોટમાં
રાજકોટ
7 મહિના પહેલા
સુપ્રસિદ્ધ યાત્રાઘામ ડાકોરમાં બુદ્ધ પૂર્ણિમાએ માનવ મહેરામણ ઉમટ્યુ, જુઓ વિડીયો
ધાર્મિક
1 વર્ષ પહેલા
ભારતની અડધા ભાગની વસ્તી લોહીમાં ઉણપની બીમારી એનિમિયાથી પીડિત
હેલ્થ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર