E-KYC ઓન ધ સ્પોટ ! રેશનકાર્ડ ધારક અનાજથી વંચિત નહીં રહે, સ્થળ પર E-KYC કરી અનાજ અપાશે
રાજકોટ જિલ્લામાં હજુ પણ 30 ટકા જેટલા રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી છે ત્યારે ચાલુ મે માસમાં રેશનકાર્ડ ઘારકોનું ઈ-કેવાયસી પુર્ણ થયેલ હોય, તેઓને અનાજ વિતરણ કરવામાં આવશે અને જે રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી હોય, તેઓને સ્થળ પર ઈ-કેવાયસી કરી અનાજ આપવામાં આવશે તેવું જિલ્લા પુરવઠા વિભાગે જાહેર કર્યું છે.
રાજકોટ જિલ્લામાં મે-માસ દરમિયાન અનાજનો ૧૦૦% જથ્થો ફાળવવામાં આવેલ છે. અને તે મુજબ વિતરણ પણ ચાલુ છે. જુન માસના વિતરણ દરિમયાન જે લાભાર્થીઓએ ઈ-કેવાયસી કરાવેલ હશે તેઓને અનાજ મળશે તે સુનિશ્વિત કરવામાં આવેલ છે.ઈ-કેવાયસીની મોટાભાગની કામગરી પુર્ણ થયેલ છે. જે લાભાર્થીઓને ઈ-કેવાયસીની કામગીરી બાકી છે તેઓને સ્થળ પર જ ઈ-કેવાયસી કરી અનાજ વિતરણ કરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
તમે ઘર બેઠા પણ કરી શકો છો EKYC
- સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી Mera KYC એપ ડાઉનલોડ કરો.
- આ સાથે જ Aadhar Face ID એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરો.
- Mera KYC એપ ઓપન કરીને Allow બટન પર ક્લિક કરીને તમામ પરવાનગીઓ આપો.
- હવે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારું રાજ્ય પસંદ કરો.
- હવે એક નવું પેજ ઓપન થશે, જ્યાં રાશન કાર્ડ લાભાર્થીનો આધાર કાર્ડ નંબર દાખલ કરીને ઓટીપી (OTP) વેરિફાય કરો.
- હવે eKYC અથવા Face Recognitionનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો.
- જ્યારે તમે Face Recognitionનો ઓપ્શન પસંદ કરો છો, ત્યારે તમારે તમારા કેમેરાનો ઉપયોગ કરીને ચહેરાને સિસ્ટમ સાથે મેચ કરો.
- સિસ્ટમ દ્વારા ચહેરાની ઓનલાઈન ચકાસણી કરવામાં આવશે.
- આમાં આંખો અને ચહેરાને વિવિધ બાયોમેટ્રિક પરિમાણોના આધારે ઓળખવામાં આવશે.
- એકવાર સિસ્ટમ ચહેરાને ઓળખી લેશે, ત્યારે eKYC પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
- વેરિફિકેશન પછી તમને કન્ફર્મેશન મેસેજ અથવા ઈમેલ પ્રાપ્ત થશે, જેનાથી પુષ્ટિ થશે કે તમારું રાશન કાર્ડ eKYC થઈ ગયું છે.