દેવભૂમિ દ્વારકા : પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ કર્યો આપઘાત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગત ગામે આર્થિક સંકડામણ અને ઘર કંકાશનો કરુણ અંજામ આવ્યો છે. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાથી નાના એવા સોની પરિવારનો માળો વીખેરાયો છે તો ત્રણ બાળકો નોંધારા થયા છે. ત્યારે ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. પતિ-પત્નીનું મોત થતા પરિવારમાં ગમગીની ફેલાઈ છે તો ત્રણેય બાળકોએ હૈયાફાટ રુદન કર્યું હતું.
મળતી વિગતો અનુસાર આ ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગત ગામની છે જ્યાં ઘર કંકાશના કારણે પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હતો. ભોગાત ગામના શૈલેષ નાથાલાલ સોનીએ પોતાની પત્ની જશુબેન પર હુમલો કરીને મોતને ઘાટ ઊતારી પોતે પણ ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. આર્થિક સંકડામણ અને ઘર કંકાસમાં સોની પરિવારનો માળો વિખેરાયો છે. સમગ્ર પંથકમાં ભારે આરેરાટી ફેલાઈ છે. ત્યારે ઘટનાની જાણ થતા કલ્યાણપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
પત્નીની હત્યા કર્યા બાદ પતિએ કર્યો આપઘાત
પતિએ પત્ની પર રાત્રિના સમયે હિચકારો હુમલો કરી દીધો હતો, અને સૂઈ ગયો હતો.દરમિયાન વહેલી સવારે પત્નીને ઉઠાડતાં ઉઠાળતા બનાવ હત્યામાં પલટાયો હતો. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ જીવનલીલા સંકેલી લીધી હતી. વહેલી સવારે શૈલેષના ત્રણ સંતાનો જેમાં એક પુત્ર અને બે પુત્રી કે જે ત્રણેયને ઉઠાડીને વહેલી સવારે મંદિરે દર્શન કરવા માટે મોકલી આપ્યા હતા. ત્યારબાદ પોતે પણ ઘરમાં ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ બે નાના પુત્ર અને એક પુત્રીએ માતા પિતાની છાયા ગુમાવી છે. ત્યારે બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.