દિવાળી પર ‘ડ્રાયફ્રૂટ્સ’ની ડિમાન્ડ બમણી: GST દર ઘટ્યો પણ ભાવ વધ્યાં,કિસમિસ અને એપ્રિકોટનાં ભાવમાં ઉછાળો
દિવાળી અને ડ્રાયફ્રૂટ્સનો હોય એવું બને! આ વખતે 15 ટકા જેટલો ભાવવધારો હોવા છતાં સુકામેવાની માંગ બમણી નીકળી છે.શુભેચ્છા પર્વ દિવાળીમાં કર્મચારીઓ,કસ્ટમર, ફ્રેન્ડ્સ,કોર્પોરેટ સેકટરમાં ગિફ્ટ હેમ્પર બનાવીને મોકલવામાં આવે છે અને આ પર્વની શુભેચ્છાઓ અપાય છે.દર વરસ કરતાં આ વખતે નવરાત્રિ દરમિયાન ડ્રાયફ્રૂટસના ગિફ્ટ હેમ્પરનાં ઓર્ડરો દેવાયા ગયા છે.

રાજકોટમાં આ દિવાળી પર્વમાં અંદાજે 400 કરોડનો વેપાર ડ્રાયફ્રૂટ્સનાં વેપારીઓ કરશે તેવી ધારણા છે.એક દાયકામાં સુકામેવા સાથેની દિવાળીનું મહત્વ વધી ગયું હોય ડેકોરેટિવ ડ્રાયફ્રૂટ્સ હેમ્પરને લીધે બલ્ક ઓર્ડરોના બુકીંગ હોય છે.મહિલાઓ પણ આ બિઝનેસ સાથે જોડાઈ છે ઘરે બેસીને દિવાળીનાં તહેવાર માટે આકર્ષક અને સુશોભિત પેકેટ બનાવે છે.
આ પણ વાંચો :‘રાજકોટના પેડક રોડને ‘ગૌરવપથ’ બનાવવાનું કામ ટેન્ડરમાં જ અટકી ગયું! કાગળ પર જ યોજના છતાં ખર્ચ 22 કરોડથી વધીને 31 કરોડ થઈ ગયો

રાજકોટમાં આવેલા કિરણ ડ્રાયફ્રૂટ્સનાં વેપારી હિતેશ સોલંકીએ જણાવ્યું હતું કે,આ વર્ષની દિવાળી પર સૌથી વધુ માંગ કિસમિસની છે.સુકામેવાનાં પેકેટમાં કિસમિસ મુકવામાં આવે છે.જેના કારણે તેના ભાવ વધ્યા છે,500 થી 800 રૂ.માં કિલોમાં વેચાય છે.જ્યારે જરદાળું પણ મોંઘુ થતા 900 થી 1200 રૂ કિલો એ વેચાય છે.લોકો તહેવારોમાં હેલ્થ કોન્સિયન્સ થઈ ગયા છે જેથી સ્વાસ્થ્યવર્ધક સુકામેવા સાથે નવા વર્ષની હેલ્ધી શુભેચ્છાઓ પાઠવે છે.
