દિલ્હી બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 12 ઉપર પહોંચ્યો : લાલ કિલ્લો બંધ,ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હાઇ એલર્ટ,ઠેર-ઠેર નાકાબંધી
હરિયાણાના ફરીદાબાદમાંથી ભયંકર વિસ્ફોટક સામગ્રીઓ પકડાઈ હતી અને ત્યારબાદ સોમવારે સાંજે જ દિલ્હીના લાલ કિલ્લા પાસે મેટ્રો સ્ટેશનના ગેટ નં. 1 નજીક એક કારમાં અતિ ભયંકર ધડાકો થયો હતો અને કારમાં આગ લાગી ગઇ હતી. આ સાથે જ અન્ય 8 વાહનોનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો અને આ ઘટનામાં 12 લોકોનાં મોત થયા છે તો અને અન્ય 20થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે અને મૃત્યુઆંક વધી પણ શકે છે.આ ધડાકાની જાણ થતાં જ પોલીસ, ફોરેન્સિકની ટીમ અને એનએસજી કમાન્ડો સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું હતું અને મુંબઈમાં એલર્ટ આપીને મહત્ત્વના મથકો પર તપાસ અને ચકાસણીની કામગીરી શરુ કરી દેવાઇ છે.
Those who terrorized Delhi's "Red
— श्रवण बिश्नोई (किसान/ Hindus) (@SKBishnoi29Rule) November 10, 2025
Fort" will not be spared, no matter
who is behind it.
Wherever they are, they will not be spared.#RedFort pic.twitter.com/kmYpANS1WZ
રાષ્ટ્રીય રાજધાનીમાં થયેલા વિસ્ફોટ બાદ, દેશ હાઇ એલર્ટ પર છે. ગૃહ મંત્રાલયે આંતરિક સુરક્ષા પર એક મોટી બેઠક યોજી છે. દિલ્હી કાર બ્લાસ્ટ કેસની ઝડપથી તપાસ કરવામાં આવી રહી છે. બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત હાઇ એલર્ટ પર છે. રાજ્યભરમાં ઠેર-ઠેર નાકાબંધી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
This is the same vehicle that had explosives in it, the Eeco car. pic.twitter.com/CvqVW1epOz
— Nature & Animal Lovers 🗻⛰️ (@108Siddhapeeth) November 10, 2025
લાલ કિલ્લાની સામે થયેલા કાર બ્લાસ્ટ પાછળ આતંકવાદી કાવતરું તપાસવામાં આવી રહ્યું છે. પ્રારંભિક તપાસમાં એમોનિયમ નાઇટ્રેટ ડેટોનેટરના ઉપયોગના પુરાવા મળ્યા છે. લાલ કિલ્લા નજીક વિસ્ફોટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત હાજર છે. ફોરેન્સિક ટીમો પુરાવા એકત્રિત કરતી જોવા મળી હતી, અને માસ્ટરમાઇન્ડને શોધવા માટે ડોગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી હતી.
લાલ કિલ્લો 13 નવેમ્બર સુધી સામાન્ય મુલાકાતીઓ માટે બંધ
દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ, સુરક્ષા કારણોસર લાલ કિલ્લાને 13 નવેમ્બર સુધી સામાન્ય મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ સાવચેતીના પગલા તરીકે મેટ્રો સ્ટેશનને પણ અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે.
આ પણ વાંચો :ચાલતી કારમાં ભયાનક વિસ્ફોટથી હચમચી ઉઠ્યું દિલ્હી!
લાલ કિલ્લા સંકુલ તરફ ગેટ 1 અને 4 સીલ
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને લાલ કિલ્લા સંકુલ તરફ જાહેર અવરજવરને રોકવા માટે ગેટ 1 અને 4 સીલ કરી દીધા છે. ઘટનાસ્થળે પોલીસ તૈનાત કરવામાં આવી છે, અને આસપાસના વિસ્તારોમાં દેખરેખ વધુ તીવ્ર બનાવવામાં આવી છે.
દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 20થી વધુ ઘાયલ થયા છે. વિસ્ફોટ પાછળના કાવતરાની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સમગ્ર વિસ્તારની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમો પણ ઘટનાસ્થળેથી નમૂનાઓ એકત્રિત કરી રહી છે.
આ કાવતરું જૈશ સાથે જોડાયેલું હોવાની આશંકા
આ કાવતરું જૈશ સાથે જોડાયેલું હોય તેવું લાગે છે, કારણ કે નિષ્ણાતો માને છે કે આવી કાર બોમ્બ વિસ્ફોટ પદ્ધતિ જૈશની લાક્ષણિક છે. દિલ્હી વિસ્ફોટ સાથે પુલવામા જોડાણ પણ બહાર આવ્યું છે. કાર ચલાવનાર આતંકવાદી, ડૉ. ઉમર, પુલવામાનો રહેવાસી છે.
દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટ એટલો વિનાશક હતો કે તેનાથી નજીકની દુકાનો અને ઇમારતોની બારીઓ તૂટી ગઈ. વિસ્ફોટની અસર દિલ્હીના ઐતિહાસિક ગૌરી શંકર મંદિરમાં પણ અનુભવાઈ, જેનાથી મંદિરની અંદરના કાચની બારીઓ તૂટી ગઈ.
