માર્કેટીંગ યાર્ડ પાસે મહિલા પર છરી વડે હિચકારો હુમલો
શહેરમાં માલધારી સોસાયટીમાં રહેતી શાકભાજીની મહિલા ધંધાર્થી સવારે માર્કેટયાર્ડમાં શાકભાજીની હરાજીમાં જઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. મહિલાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.વિગત મુજબ માલધારી સોસાયટીમાં રહેતા રેખાબેન કાળુભાઈ મકવાણા નામના 45 વર્ષના મહિલા માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીની હરાજીમાં જઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સે પાછળથી તેમના વાળ ખેંચી મોઢે ડુમો દઇ ગળાના ભાગે છરી મારી દીધી હતી. જેથી મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ઇજાગ્રસ્ત મહિલાએ હુમલા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.