લોકસભાની આગામી ચૂંટણી પહેલાં કોંગ્રેસે ગુજરાતના સંગઠનને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે અને તેના ભાગ રૂપે પ્રદેશ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષી નેતા અમિત ચાવડાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. બુધવાર અને ગુરુવારે ગુજરાત કોંગ્રેસના સંગઠન અંગે દિલ્હીમાં ચર્ચા થશે.
પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા બુધવારે ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક થશે. શહેર અને જિલ્લા કોંગ્રેસના સંગઠન અંગે દિલ્હીમાં ચર્ચા થશે. કેટલીક જગ્યાએ મોટાપાયે ફેરફાર તો ક્યાંક સામાન્ય ફેરફારની શક્યતા છે. ગુરુવારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ સંગઠન અંગે બેઠક મળશે.