Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતબિઝનેસ

CM ભૂપેન્દ્ર પટેલના નિર્ણયથી ગાંધીનગરના ધક્કા બચશે, રોજગારી અને વિકાસને મળશે નવી ગતિ

Tue, July 28 2026

રાજ્યમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને વહિવટી પ્રક્રિયામાં સુધારાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સત્તામર્યાદામાં વધારો કરાયો

નિર્ણયથી શું લાભ થશે

સરકારી પ્રોજેક્ટ્સ તથા ઔદ્યોગિક સમાજિક હેતુ માટે સરકારી જમીન ફાળવણી વધુ ઝડપી થશે – રોજગારીને વેગ મળશે.

 કલેક્ટર – ડી.ડી.ઓ. પાસે નિર્ણયની સત્તાને પરિણામે નાગરિકોને ગાંધીનગર સુધી આવવુ નહિ પડે જિલ્લા કક્ષાએ જ ફોલોઅપ મળી રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.ઓ.ની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે હંમેશા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ આપવા સાથે વહિવટી પ્રક્રિયામાં સુધારા અને વ્યાપક સરળીકરણનો અભિગમ અપનાવ્યો છે.

આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું લઈને મુખ્યમંત્રીએ સરકારી જમીન ફાળવણી કામગીરી ઝડપી બનાવવા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સત્તામર્યાદા વધારી આપી છે.

આ પણ વાંચો: ફેસબુક પર વડાપ્રધાન મોદીનો વીડિયો થયો બ્લોક!!!

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, જિલ્લા કલેક્ટરઓની સત્તામર્યાદામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં:

 રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશનને ૨ હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે કલેક્ટરની નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૧૫ લાખથી વધારીને રૂ. ૧ કરોડ કરવામાં આવી છે.

 કેન્દ્ર સરકારના વિભાગોને (જાહેર હેતુ) માટે ૧ હેક્ટર સુધીની જમીન માટે નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૧૫ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ કરવામાં આવી છે.

 (સરકારી કર્મચારી/વ્યક્તિગત) રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૨૦ લાખ કરવામાં આવી છે.

 સહકારી ગૃહ નિર્માણ મંડળીઓને જમીન ફાળવણીની નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૬ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ કરવામાં આવી છે.

 વ્યાપારિક હેતુ માટે (હરાજીથી) જમીન ફાળવણીની નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૫ લાખ કરાઈ છે.

 સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓ: સત્તામર્યાદા રૂ. ૩ લાખથી વધારીને રૂ. ૧૫ લાખ સુધી વધારવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં

 વ્યક્તિગત રહેઠાણ: સત્તામર્યાદા રૂ. ૨૦,૦૦૦ થી વધારીને રૂ. ૧,૦૦,૦૦૦ કરવામાં આવી છે.

 સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ: સત્તામર્યાદા રૂ. ૧.૫ લાખથી વધારીને રૂ. ૭.૫ લાખ કરાઈ છે.

 દૂધ મંડળીઓ / સહકારી ગોડાઉન / ગ્રામીણ ગ્રીડ: સત્તામર્યાદા રૂ. ૨૦,૦૦૦ થી વધારીને રૂ. ૧,૦૦,૦૦૦ કરાઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે હવે જિલ્લા કક્ષાએ જ નિકાલ શક્ય બનશે. તેમજ સ્થાનિક કક્ષાએ જમીનનો રેકોર્ડ અને સ્થળ સ્થિતિ ઉપલબ્ધ હોવાથી વહીવટી પ્રક્રિયા ટૂંકી બનશે. વધુમાં આ નિર્ણયથી સરકારી પ્રોજેક્ટો તથા ઔદ્યોગિક-સામાજિક હેતુ માટે સરકારી જમીની ફાળવણી વધુ ઝડપથી થશે તથા વિકાસ કાર્યો અને રોજગારીને વેગ મળશે. અને તેના કારણોસર સરકારી જમીનની કબજાકિંમત/પ્રીમિયમની રકમ વહેલી તકે સરકારી તિજોરીમાં જમા થશે.

સ્થાનિક કક્ષાએ જ કલેક્ટર અને ડી.ડી.ઓ. પાસે નિર્ણય લેવાની સત્તા હોવાથી અરજદાર સંસ્થાઓ, વિભાગોને જિલ્લા કક્ષાએથી જ ફોલો-અપ લેવું વધુ સરળ બનશે.

રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશન તથા ભારત સરકારના ખાતાઓને જમીન ફાળવણી માટે કલેક્ટરે જનરેટ કરેલ ઈન્ટિમેશન પછી કબ્જાકિંમત/પ્રીમિયમ ૯૦ દિવસ સુધીમાં ભરપાઈ ન થાય, તો જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની ત્રણ વર્ષની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી મુદત વધારો આપવાની સત્તા કલેક્ટરને મળવાથી કામનું પુનરાવર્તન ઘટશે.

Tags:

BhupendraPatelCommunityEmpowermentEconomicGrowthEmploymentBoostFutureOfGandhinagarGandhinagarDevelopmentGujaratLeadershipGujaratProgressInnovativePoliciesJobCreationLeadershipMattersLocalGovernancePositiveChangeSmartCityInitiativeSustainableDevelopmentUrbanDevelopment

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં ધોરણ-1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત નહીં ગણાય

Next

ફેસબુક પર વડાપ્રધાન મોદીનો વીડિયો થયો બ્લોક!!!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
જંતર-મંતરના આંદોલનકારીઓ પર કંગના રણૌતનો પ્રહાર: વિપક્ષે શિક્ષણ અને ગંભીરતા પર ઉઠાવ્યા સવાલ
19 કલાક પહેલા
જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ: દરિયાકાંઠા માટે સુનામીનું એલર્ટ જારી
20 કલાક પહેલા
મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ફ્લડ કંટ્રોલ સેલની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા
21 કલાક પહેલા
રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય, 20 ઇંચ સુધીના ભારે વરસાદની ચેતવણી
21 કલાક પહેલા
Categories

નેશનલ

3346 Posts

Related Posts

ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી: રાજકોટમાં ચાંદીની ચમક સાથે ઓલટાઈમ હાઈ, સિલ્વરનો ભાવ 2.97 લાખને પાર
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
રાજકોટનો કોટેચા ચોક…અહીંથી પસાર થવું એટલે ‘સજા’
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભાજપના નેતા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી વિષે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સ્વ.વિજયભાઈની વસમી વિદાય : હજારો રાજકોટવાસીઓ ભીની આંખે બોલ્યા,”તસવીર તમારી જોતા હૈયુ રડે છે”
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર