રેન્સમવેર વાયરસને લીધે દક્ષિણ ગુજરાતની 20 જેટલી સહકારી બેંકોનું ક્લીયરન્સ ઠપ્પ
છેલ્લા ત્રણ – ચાર દિવસથી સહકારી બેંકમાં ચેક ક્લીયરન્સ અટકી ગયું છે. સહકારી બેંકમાં સીએજ કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતા સીબીએસ સોફ્ટવેરમાં રેન્સમવેર વાયરસ ડીકેક્ટ થયો છે જેના પગલે ચેક જમા થવા અને બેલેન્સ જમા થવાનો ઇસ્યુ આવ્યો છે
બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કો ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા ચાર દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે. પ્રશ્નની શરૂઆત આ પ્રશ્નો ઉભા થયો છે એ સી-એજ કંપની જે સીબીએસ સોફ્ટવેર પ્રોવાઇડર કંપની છે. આ સી-એજ કંપની પાસેથી જે બેન્કોએ સીબીએસ સોફ્ટવેર લીધું હોય એ બેંકો એ સીબીએસ સોફ્ટવેર વાપરતી હતી. સીએજ કંપનીના એક એપ્લિકેશન છે એમાં આ રેન્સમવેર વાઇરસ છે તે ડિટેક્ટ થયો છે . એને સાયબર એટેક પણ કહી શકાય..એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે સીબીએસ સોફ્ટવેર સીએજ કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ એનપીસીઆઈએ સ્ટોપ કરેલા આ બધું સબસલામત આવી જાય ત્યાર પછી આ તમારા ડીઝટલ પેમેન્ટ આપણે આગળ વધારીશું.
ગુજરાતની 21 બેંક અને ભારતની લગભગ 350 જેટલી બેંક આ સીએજ કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે, એ બધાને અસર પડી છે. ગુજરાતમાં અને સુરતમાં પણ ઈફેક્ટ આવી અને બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે આ બધી સહકારી બેંકો સીટીએસ જે ચેક ક્લિયર કરવાના હોય એ રીતે એની જોડે મેમ્બર છે ને ત્યાંથી ચેક ક્લિયર એના થ્રુ થાય છે. ગુજરાતની ૧૦૦ થી વધુ બેંકો અમદાવાદની આપણે સ્ટેટ કોર્પોરેટ બેંક સાથે જોડાયેલી છે. પરિણામે આ બેંકોના ચેક ક્લીયર થવા જોઈએ ખાતેદારોના એકાઉન્ટ હોલ્ડરના એ ક્લીયર નથી છતાં અને એ બીજી બેંકમાં ભરે છે તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેંકમાં જમા થવા નથી આવતા આ ઇસ્યુ શરુ થયો છે.
સીએજ કંપનીના સીબીએસ સોફ્ટવેરમાં રવિવારે સાંજે સાત કલાકે આ વાયરસ ડિટેકટ થયો…સોમવારથી આ સર્વિસ ને બ્રેક લાગી છે અને દક્ષિણ ગુજરાતની લગભગ 17 કે 20 જેટલી સહકારી બેંકોનું આ ચેક ક્લીયરન્સનું કામ ઠપ્પ થયું છે. આ ચાર દિવસના અંદાજે 1000 થી 1200 કરોડનું ક્લીયરીંગ ચેકનું અત્યારે સ્ટોપ છે. એટલું સારું છે કે, બીજી બેંકો બધી સહકારી બેંકો મુખ્ય બેંકો સિવાયની એના ડિજિટલ પેમેન્ટ આરટીજીએસ છે કે મોબાઈલ બેન્કિંગ છે એ બધા પેમેન્ટ તો થઈ રહ્યા છે એટલે કસ્ટમરને એટલું સારું છે. પણ ચેકથી ક્લિયર કરવું હોય બેલેન્સ લેવાનો હોય કે બેલેન્સ મોકલવાનો હોય તો હાલ પૂરતો આ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.