મુખ્યમંત્રીને અપાયુ ભાજપનું પ્રાથમિક સભ્યપદ
ભાજપના સદસ્યતા અભિયાન 2024′ નો પ્રારંભ
અમદાવાદમાં 1 લાખ કાર્યકરો નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરશે
ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા આજે અમદાવાદ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજીને ‘સદસ્યતા અભિયાન 2024’ ની શરૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક સભ્યપદ લઈ આ અભિયાનની શરૂઆત કરી હતી. આ સદસ્યતા અભિયાનમાં સરકારનાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તમામને સંબોધિત કરી પીએમ મોદીનાં ગુજરાત પ્રવાસ અંગે માહિતી આપી હતી.
આ અભિયાન થકી BJP એ 2 કરોડથી વધુ લોકોને પાર્ટી સાથે જોડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યો છે.
કાર્યક્રમ દરમિયાન સી.આર, પાટીલે જણાવ્યું કે, પાર્ટીનાં પ્રાથમિક સદસ્યની મુદત 6 વર્ષે પૂર્ણ થાય છે. ભાજપ એકમાં જ 6 વર્ષે પૂર્ણ થાય છે જ્યારે અનેક જગ્યાએ આજીવન ચાલે છે. શિથિલતા ન આવે તે માટે 6 વર્ષે સદસ્યતા અભિયાન કરાય છે. અગાઉ UP માં સૌથી વધુ સભ્યો નોંધાયા હતા. આ વખતે ગુજરાતમાં સૌથી વધુ સભ્ય નોંધાય તે ટાર્ગેટ સાથે આપણે આગળ વધવાનું છે. સી.આર. પાટીલે જાહેરાત કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 અને 17 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાત આવશે. આથી, ત્રીજી વાર વડાપ્રધાન બનવા બદલ અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
CR પાટીલે આગળ જણાવ્યું કે, અમદાવાદમાં 1 લાખ કાર્યકર નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરશે. પીએમ મોદી 16 સપ્ટેમ્બરનાં રોજ ડીસાખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, જ્યારે 17 સપ્ટેમ્બરનાં રોજ ગાંધીનગર ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન, પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનનું ફ્લેગ ઓફ પણ કરશે.