Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026 લોન્ચ કરી

Mon, July 27 2026

શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર ક્ષેત્રે આત્મનિર્ભર ભારતનો અભિગમ ગુજરાત આ પોલીસીથી સાકાર કરશે

રાજ્યમાં મરીન સાધન સામગ્રી – ઉત્પાદન – રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ – સ્કીલ ડેવલપમેન્ટ તથા ગ્રીન-સ્માર્ટ શિપયાર્ડસની ભવિષ્યલક્ષી શિપ બિલ્ડીંગ ઇકો સિસ્ટમ નિર્માણનો પોલીસીનો ઉદ્દેશ્ય

પોરબંદરના કુછડી ખાતે મેગા ગ્રીન ફિલ્ડ શીપ બિલ્ડીંગ ક્લસ્ટરને ભારત સરકારની મંજૂરી – રૂ.27,000 કરોડથી વધુનું રોકાણ થવાની સંભાવના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપનારી મહત્વાકાંક્ષી “ગુજરાત બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026”નું ગાંધીનગરમાં સોમવારે વિધિવત લોન્ચિંગ કર્યું હતું. દેશમાં સૌથી વધુ 2340 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, અદ્યતન ટેકનોલોજી, સસ્ટેબલ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી પોલીસીઝના આધારે ગુજરાતને દેશના અગ્રણી શિપ બિલ્ડીંગ અને રિપેર સેન્ટર તરીકે આ પોલીસી પ્રસ્થાપિત કરશે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેને ગુજરાત આ મહત્વાકાંક્ષી પોલિસીથી સાકાર કરશે. એટલું જ નહીં, આ પોલીસી ભારત સરકારની શિપ બિલ્ડિંગ ફાઇનાન્સિયલ એસસીસ્ટન્ટ સ્કીમ-2025 SBFAS અને મેરીટાઇમ વિઝન 2047 તેમજ આત્મનિર્ભર ભારતના વ્યાપક લક્ષ્ય સાથે સુસંગત છે.

રાજ્યનું વિકસિત બંદર માળખું, મજબૂત ઔદ્યોગિક પરિસ્થિતિ અને સમૃદ્ધ દરિયાઈ વારસો એ આ નીતિના મુખ્ય આધારસ્તંભો છે. આ નીતિ અન્વયે મુખ્ય સ્તંભો પર આધારિત બહુઆયામી વિકાસ વ્યૂહરચના અપનાવવામાં આવશે જેમા શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનો વિકાસ, કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન, ટકાઉ અને ગ્રીન શિપયાર્ડ્સને પ્રોત્સાહન, શિપયાર્ડ્સને સ્માર્ટ શિપયાર્ડ્સમાં રૂપાંતરિત કરવું તથા શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને R&Dને પ્રોત્સાહન નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરેલી આ નીતિનું એક મહત્વપૂર્ણ આકર્ષણ ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક (IMSP)નો વિકાસ છે. આ પાર્કને વિશ્વસ્તરીય દરિયાઈ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવામાં આવશે, તેમાં આધુનિક માળખાકીય સુવિધાઓ, મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર્સ, પરીક્ષણ સુવિધાઓ, લોજિસ્ટિક્સ સપોર્ટ, R&D કેન્દ્રો અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓનો પણ સમાવેશ થશે.

આ પણ વાંચો: વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવા રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે પોરબંદર જિલ્લાના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને મંજૂરી આપી છે. આ અંગેના DPR પણ મેરિટાઈમ બોર્ડ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે જે પૂર્ણ થતાં પ્રોજેક્ટ અમલીકરણમાં વેગ આવશે. આ ક્લસ્ટરમાં બે થી ત્રણ વિશ્વસ્તરીય શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનું મજબૂત નેટવર્ક વિકસાવવામાં આવશે. આ શિપયાર્ડ્સના વિકાસથી પણ અંદાજે ₹23,700 કરોડનું ખાનગી રોકાણ આકર્ષિત થવાની સંભાવના છે.

આ વિશાળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને બળ આપવા માટે આશરે ₹3,300 કરોડની સામાન્ય મરીન અને જમીન આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવાશે. આ હેતુસર ભારત સરકારની Shipbuilding Development Scheme (SbDS) યોજના તથા ગુજરાત સરકાર દ્વારા નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ સુવિધાઓમાં બ્રેકવોટર્સ, ફ્લોટિંગ ક્રેન્સ, હેવી લિફ્ટ શિપસ, ડ્રેજિંગ, હાર્બર બેસિન વિકાસ, નેવિગેશન ચેનલો, રસ્તાઓ, વીજળી, પાણી પુરવઠો અને અન્ય સંયુક્ત ઉપયોગની સુવિધાઓનો સમાવેશ કરાશે.

આ સમગ્ર સંકલિત અભિગમને પરિણામે રોકાણકારો માટે માળખાકીય ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે તથા પ્રોજેક્ટ અમલીકરણ ઝડપી બનશે અને વૈશ્વિક શિપબિલ્ડિંગ તથા મેરિટાઇમ મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર તરીકે ગુજરાતની સ્પર્ધાત્મકતા વધશે.

રોકાણ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ હેઠળ વિવિધ નાણાંકીય અને બિન-નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે, તેમાં મૂડી સહાય (Capital Assistance), સ્ટેમ્પ ડ્યુટીની પરતફેર, વ્યાજ સહાય (Interest Subvention), ડ્રેજિંગ સહાય, MSMEs પાસેથી ખરીદીને પ્રોત્સાહિત કરવા સબસિડી, વીજળી દરમાં સહાય, પાણીના ચાર્જમાં સબસિડી, મરીન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ માટે વિશેષ પ્રોત્સાહનો ઉપરાંત, નિર્ધારિત સમયમર્યાદામાં વિકાસકાર્યો શરૂ કરનારા અર્લી બર્ડ રોકાણકારો માટે વિશેષ પ્રોત્સાહનો આપશે.

આ પોલિસી અન્વયે સરળ અને ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ તથા સમર્પિત ફરિયાદ નિવારણ પ્રણાલી પણ વિકસાવવામાં આવશે, તેનાથી ઉદ્યોગોને સરળતાથી જરૂરી મંજૂરીઓ મળી રહેશે અને પ્રોજેક્ટ્સનું સમયસર અમલીકરણ થઈ શકેશે.

આ નીતિ ગુજરાત રાજ્યમાં શિપબિલ્ડિંગ ઉત્પાદન ક્ષમતા 50 લાખ ડેડ વેઇટ ટનેજ (DWT)થી વધુ સુધી વધારવા, બે ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક્સની સ્થાપના તેમજ 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે તાલીમ આપવાની દિશામાં પ્રેરક બળ બનશે.

ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ પોલિસી અંગેની ગાઈડ લાઈન્સ પણ તૈયાર કરી દેવામાં આવી છે. જેથી ડેવલપર્સ અને રોકાણકારો માટે અરજી કરવા સહિતની પ્રક્રિયાઓ વધુ સરળ થશે તેમજ પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશનમાં પણ ગતિ આવશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરેલી આ પોલિસીથી આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના વિઝનમાં ગુજરાત વિકસિત ગુજરાત-2047થી સક્રિય સહભાગી થઈને વૈશ્વિક સ્તરે એક સ્પર્ધાત્મક શિપ બિલ્ડીંગ ઈકોસિસ્ટમનું નિર્માણ કરશે.

આ પોલિસી લોન્ચીંગ અવસરે મુખ્ય સચિવ  એમ.કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના સલાહકાર અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ચેરમેન  એસ.એસ. રાઠૌર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ  સંજીવ કુમાર, બંદરો અને વાહન વ્યવહાર અગ્ર સચિવ  હારિત શુક્લ, મુખ્યમંત્રીના સચિવ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને સી.ઈ.ઓ. ડૉ. અજય કુમાર વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

Tags:

BhupendraPatelEconomicGrowthGujarat2026GujaratDevelopmentGujaratGovernmentGujaratNewsGujaratShipBuildingInfrastructureDevelopmentMakeInGujaratMarineEngineeringMaritimeIndustryPolicyLaunchShipbuildingInnovationShipRepairPolicyShipyardSustainableShipping

Share Article

Other Articles

Previous

રૂ 2,999 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મળી લીલી ઝંડી

Next

વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવા રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
જંતર-મંતરના આંદોલનકારીઓ પર કંગના રણૌતનો પ્રહાર: વિપક્ષે શિક્ષણ અને ગંભીરતા પર ઉઠાવ્યા સવાલ
9 કલાક પહેલા
જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ: દરિયાકાંઠા માટે સુનામીનું એલર્ટ જારી
10 કલાક પહેલા
મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ફ્લડ કંટ્રોલ સેલની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા
10 કલાક પહેલા
રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય, 20 ઇંચ સુધીના ભારે વરસાદની ચેતવણી
11 કલાક પહેલા
Categories

નેશનલ

3346 Posts

Related Posts

આધારકાર્ડ ઘરે ભૂલી ગયા ? તો હવે હોટલ કે જાહેરસ્થળ પર નહીં આપવી પડે આધારકાર્ડની ફિઝિકલ કોપી, જાણો સરકારની આ નવી એપ વિશે  
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની નવી કમિટીની નિમણુંક
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
યુક્રેન, રશિયા વચ્ચેનું યુદ્ધ વાસ્તવમાં મોદીનું યુદ્ધ છે, ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરે તો 25% વધારાનું ટેરિફ રદ થઈ શકે, ટ્રમ્પના સલાહકારનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
ચુંટણી પંચના રડારમાં રાહુલ કેવી રીતે આવ્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર