થોડા સમય પહેલા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ થયું હતુ જે બાદ આરોપીઓને કચ્છથી પકડી પાડવામાં આવ્યા હતા અને આ કેસનું વધુ એક કનેક્શન સુરતમાં ખુલતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટિમેં સુરતમાં તાપસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાંચે ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર શોધી લીધા છે. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે સુરતની તાપી નદીમાંથી એક પિસ્તોલ અને 13 જેટલી કારતૂસ શોધી કાઢી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા હથિયારોનો કથિત રીતે બે ધરપકડ કરાયેલા શૂટરો દ્વારા બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો છે કે આ એજ હથિયાર છે, જેનો ઉપયોગ 14 એપ્રિલે સલમાનના ઘર પર થયેલા ફાયરિંગમાં લેવાયા હતા.’એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર દયા નાયક સહિત 12 અધિકારીઓની ટીમે સોમવારે તાપી નદીમાં શોધખોળ શરૂ કરી હતી,
જ્યારે વિકી ગુપ્તા અને સાગર પાલ તરીકે ઓળખાતા બે શૂટરોએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેઓએ હથિયાર નદીમાં ફેંક્યા હતા. ફાયરિંગ બાદ તેઓ ભુજ તરફ ભાગી ગયા હતા. સોમવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સુરતના અશ્વનીકુમાર રેલવે બ્રિજ ઉપરથી તાપી નદીમાં ફેંકેલી પિસ્તોલ શોધવા પોતાની ટીમ અને મરજીવાઓ પહોંચી હતી. જોકે, મોડીસાંજ સુધી કશું હાથ લાગ્યું નહોતું. પરંતુ આજે ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે અને પોલીસે સુરતની વરાછા પોલીસની મદદથી તાપી નદીમાંથી પિસ્તોલ – 2, મેગઝીન – 3, કારતૂસ – 13 શોધી કાઢ્યા હતા.
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ કબુલ્યું હતું કે તેમને સુરતની તાપી નદીમાં હથિયાર ફેંકી દીધા હતા ત્યારબાદ તપાસનો દોર મુંબઈથી ફરી ગુજરાતન સુરત સુધી આવ્યો અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હથિયાર શોધવામાં સફળતા મળી હતી ત્યારે આગામી દિવસોમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે.