બોગસ વિઝાનું રેકેટ પકડાયું : ATSએ 4 ભેજાબાજોને દબોચ્યા, એમ્બેસીમાં તપાસ કરાવાતા ખૂલ્યું સમગ્ર કારસ્તાન
એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા અમદાવાદમાં ચાલતા બોગસ વિઝા ઈસ્યુ કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ, ગાંધીનગર તથા મુંબઈના ચાર શખસો મળીને પશ્ચિમ યુરોપના લકઝમ બર્ગમાં જવા ઈચ્છુકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લઈને બોગસ વિઝા પધરાવી દઈ છેતરપિંડી આચરતા હતા. ચારેયની ધરપકડ કરી અન્યો કોણ કોણ ? તેની તપાસ આરંભાઈ છે.

બોગસ ડોકન્યુમેન્ટ્સ આધારે વિઝા ઈસ્યુ કરવાનું રેકેટ ચાલતું હોવાની ATSના પીઆઈ પી.બી. દેસાઈને માહિતી મળી હતી જે આધારે DYSP હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમ બનાવાઈ હતી. ગાંધીનગરના કુંડાસણમા કંસારા હોટલ પાસે સીનરાજ સ્ટેટસ પાસે રહેતા મયંક જીતેન્દ્ર ભારદ્વાજ (ઉ.વ.28) તથા તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર (ઉ.વ.28, રહે. ગૌરીપૂજા સોસાયટી, નવા વાડજ અમદાવાદ)ને એટીએસની કચેરીએ લાવી પૂછતાછ હાથ ધરાતા રેકેટ બહાર આવ્યું હતું.
આ પણ વાંચો : આજથી રાજકોટમાં પોલીસ ઉઘાડા માથે નહીં મળે! ટૂ-વ્હિલર લઇને નીકળનારા તમામ પોલીસકર્મીને હેલ્મેટ ફરજિયાત, નહીં તો દંડાશે
બન્ને ઇસમોએ મનિષ ઉર્ફે કુમાર હરગોવિંદભાઈ પટેલ મારફતે જેવો વ્યક્તિ એ મુજબ આઠ લાખથી સાડા નવ લાખ સુધીની રકમ લઈને લક્ઝમબર્ગના તથા અન્ય દેશોના બોગસ વિઝા બનાવી આપતા હતા જેમાં ભાવસાર હિમાંશુ રમેશચંદ્ર પાસેથી ત્રણ માસ માટે 9.50 લાખ, પટેલ અર્ચિત સંજયભાઈ પાસેથી 8.50 લાખ, પટેલ નિલેશ વિરાભાઈ પાસેથી 8 લાખ, પરમાર સંજય જયંતી પાસેથી 8 લાખ, સોકરીવાલ કૃણાલ વિજેન્દ્રસિંગ પાસેથી નાણાં લીધા હતા. બન્ને શખસો એજન્ટની ભૂમિકા ભજવતા હતા તે નાણાં લઈને મનિષને વિઝા બનાવવાનું કામ આપતા હતા. મનિષ મુંબઈના તબરેજ ગુલામ રસુલ કશ્મીરી પાસે બોગસ વિઝા બનાવડાવતો હતો.
આ પણ વાંચો : શૌર્યનું સિંદૂર લોકમેળો ! રાજકોટના લોકમેળાન નામ ફાઇનલ, જાણો 2007થી અત્યાર સુધીમાં લોકમેળાને અપાયેલા નામ વિશે
આરોપીઓ દ્વારા બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વિઝાના નામે લાખો રૂપિયા પડાવાતા હતા. આરોપીઓની પૂછતાછ અને મોબાઈલ ફોન તેમજ અન્ય પુરાવાઓ આધારે પ્રાથમિક તબક્કે એવું ખૂલ્યું છે કે 40થી વધુ લોકોના આવી રીતે બોગસ વિઝા બનાવ્યા છે. ચારેય શખસો સાથે કોની કોની સંડોવણી ? ડોક્યુમેન્ટ કઈ રીતે બનાવતા હતા ? સહિતના મુદ્દાઓ આધારે આરોપીના રિમાન્ડ મેળવાયા છે. તપાસ દરમિયાન વધુ નામો ખૂલવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
એમ્બેસીમાં તપાસ કરાવાતા સમગ્ર કારસ્તાન ખૂલ્યું
ATSને મળેલી માહિતી શંકાના આધારે આરોપીઓની પૂછતાછ કરાઈ હતી. વિઝા ડોક્યુમેન્ટ, જોબ ઓફર ડોક્યુમેન્ટ્સની ચકાસણી એમ્બેસી થકી કરાવવામાં આવી હતી. ન્યુ દિલ્હી ખાતેની લકઝમ બર્ગ એમ્બેસીમાંથી એટીએસ કોઈ વ્યક્તિઓને વિઝા ઈસ્યુ કરવામાં આવ્યા ન હતા. શોર્ટ ટર્મ બિઝનેસ વિઝા માટે એપ્લિકેશન કરાઈ હતી જેમાં જોબ ઓફર ડોક્યુમેન્ટ બોગસ જણાયા હોવાથી તેઓની વિઝા અરજી રદ કરાઈ હતી.
